રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા4 મે, 2025| Super Admin

વરસાદે ખેડૂતોને રોવડાવ્યા; પાલનપુરમાં કેસર કેરી અને સક્કરટેટી પાકમાં ખેડૂતોને લાખોનું નુકસાન

વરસાદે ખેડૂતોને રોવડાવ્યા; પાલનપુરમાં કેસર કેરી અને સક્કરટેટી પાકમાં ખેડૂતોને લાખોનું નુકસાન
બનાસકાંઠામાં મોડી રાત્રે પડેલા કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતરૂપ બન્યો છે. પાલનપુરમાં ભારે ગાજવીજ અને વાવાઝોડા વચ્ચે વરસાદ પડતાં કેરી અને સક્કરટેટીના પાકને ભારે નુકસાન થયું હતું. પાલનપુર પંથકમાં કમોસમી માવઠું ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવ્યું છે. મેઘ ગર્જના અને ભારે આંધી વચ્ચે થયેલા વરસાદથી 500 કેસર કેરીના આંબાની કેરીઓ જમીન પર ખરી પડી હતી. આંબાવાડી ઉધડ રાખનાર વિશાલભાઈ પટણીએ જણાવ્યું કે, તેમણે 8 લાખ રૂપિયા ચૂકવીને આંબાવાડી ઉધડ રાખી હતી. તેમને આશા હતી કે આ સીઝનમાં 15 લાખ રૂપિયાની કેરીઓનું વેચાણ થશે. આંબા પર કેરીઓનો પાક સારો હતો. પરંતુ ભારે પવન સાથેના વરસાદે બધી કેરીઓ ખેરવી નાખી છે. હવામાન વિભાગની આગાહી બાદ બનાસકાંઠાના થરાદ, ડીસા, ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, વડગામ અને પાલનપુરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. આ વરસાદે બાજરી, જુવાર, શક્કરટેટી જેવા ઉનાળુ પાકોને પણ નુકસાન પહોંચાડ્યું છે. સક્કરટેટીના પાક ને પણ ભારે નુકસાન; પાલનપુર પંથકના ખેડૂતે જણાવ્યું હતું કે, તેમણે 18 વીઘા માં સક્કરટેટીનું વાવેતર કર્યું હતું. આ પાકમાં પહેલેથી જ ઠંડીના કારણે માત્ર 25 ટકા જેટલો જ માલ લાગ્યો હતો. હવે કમોસમી વરસાદના કારણે બચેલો પાક પણ નષ્ટ થઈ ગયો છે. વરસાદના કારણે સક્કરટેટી કોહવાઈ જવાનું જોખમ ઊભું થયું છે. ખેડૂતના જણાવ્યા મુજબ આ નુકસાનથી તેમને આશરે 8થી 10 લાખ રૂપિયાની ખોટ જાય તેમ છે. ખેતીમાં કરેલો ખર્ચ પણ નીકળે તેવી સ્થિતિ નથી. ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવીને નુકસાનીનું વળતર ચૂકવવાની માંગણી કરી છે.

સંબંધિત સમાચાર