રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા4 ઑગસ્ટ, 2025| Super Admin

બનાસકાંઠામાં વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા; લીલો દુષ્કાળ જાહેર કરી પેકેજ આપવાની માંગ

બનાસકાંઠામાં વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા; લીલો દુષ્કાળ જાહેર કરી પેકેજ આપવાની માંગ
રાષ્ટ્રીય કિસાન સંગઠને અધિક નિવાસી કલેકટરને આપ્યું આવેદનપત્ર બે તાલુકાને જોડતા આગથળા- ધાનેરાનો રોડ સત્વરે બનાવવાની માંગ; સરહદી બનાસકાંઠા જિલ્લામાં વહેલા થયેલા વરસાદે તારાજી સર્જી છે. જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને જિલ્લાના અનેક વિસ્તારોના ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોના બાજરી, મગફળી સહિતના પાકો પાણીમાં ગરકાવ થઈને ધોવાઈ જતા ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જોકે, ખેડૂતો પાયમાલ થઈ જતા હજુ સુધી સરકાર દ્વારા કોઈ જ નુક્શાનીનો સર્વે ન કરતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને લઈને આજે જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચીને સુત્રોચાર કર્યો હતો. બાદમાં અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને બનાસકાંઠા જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને વળતર આપવાની માંગ કરી હતી બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બની જતા ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે ખેડુતોના ખેતરો બેટમાં ફેરવતા ખેડૂતોના મગફળી, બાજરી સહિતના પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના લીધે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જિલ્લા ના ખેડૂતોએ મોંઘભાવના બિયારણ અને ખાતર લાવીને મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. જોકે, ધોધમાર વરસાદ થતાં મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો જળ બંબાકાર થઈ ગયા હતા અને ખેડૂતોને મોટું નુકસાન થતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. જોકે, ઉનાળામાં પણ માવઠાના કારણે ખેડૂતોનો પાક નષ્ટ થયો હતો અને હવે ચોમાસામાં પણ ખેડૂતોનો પાક નિષ્ફળ થઈ જતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. જોકે, ખેડૂતોને ભારે નુકસાન થયું હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ સર્વે ન કરાતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને લઈને રાષ્ટ્રીય કિસાન સંગઠનના નેજા હેઠળ જિલ્લાભરમાંથી ખેડૂતોએ આજે મોટી સંખ્યામાં એકઠા થઈને પાલનપુર કલેક્ટર કચેરી પહોંચીને સુત્રોચાર કરીને અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરીને સહાય આપવાની માંગ કરી હોવાનું ખેડૂત અગ્રણી દોલાભાઈ ખાગડા અને ચતરભાઈ રબારી નામના ખેડૂતે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર