રાધનપુરની વલ્લભનગર પ્રા.શાળાના શિક્ષકનું પ્રવાસ દરમ્યાન એટેક આવતાં મોત નીપજ્યું

અંબાજી ગબ્બર પરથી ઉતરતી વખતે બનેલી ધટનાને પગલે પ્રવાસની ખુશીમાં માતમ છવાયો
રાધનપુરની વલ્લભનગર પ્રાથમિક શાળાના શિક્ષક રમણભાઈ પરમારનું શાળા પ્રવાસ દરમિયાન અંબાજી ખાતે હાર્ટ એટેકથી મોત થતાં પ્રવાસની ખુશી માતમમાં પલટાઈ જવા પામી હતી. છે.આ બાબતે મળતી હકીકત મુજબ ગત રોજ રાધનપુરની વલ્લભનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે અંબાજી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્શન કરીને પરત ફરતી વખતે ગબ્બર નીચે ઉતરતી વખતે શિક્ષક રમણભાઈ પરમાર અચાનક વિદ્યાર્થીઓની હાજરીમાં ઢળી પડ્યા હતા.તેમને તાત્કાલિક સારવાર અર્થે અંબાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.આ દુઃખદ ઘટનાને પગલે શાળા પરિવાર તેમજ રાધનપુરના મસાલી રોડ પર આવેલ વલ્લભનગર પ્રાથમિક શાળા અને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
સંબંધિત સમાચાર
પાટણસિધ્ધપુર-મહેસાણા હાઈવે પરથી કારના ૫ ગુપ્તખાનામાંથી ઝડપાયો વિદેશી દારૂ; ખોટી નંબર પ્લેટનો પર્દાફાશ
1 દિવસ પહેલા
પાટણસરસ્વતીના ખોડાણા ગામની દીકરીએ CRPF ટ્રેનિંગ કરી પૂર્ણ, વતન આગમન પર ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું
1 દિવસ પહેલા
પાટણપાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી
1 દિવસ પહેલા
પાટણપાટણના સાંઈબાબા નગર સોસાયટીમાં ગટરના પ્રશ્ને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલનું કડક અલ્ટીમેટમ
1 દિવસ પહેલા
