રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ7 જાન્યુઆરી, 2026| Super Admin

રાધનપુર પોલીસ 6 આરોપીઓને હથીયારો સાથે ઝડપી પાડ્યા

રાધનપુર પોલીસ 6 આરોપીઓને હથીયારો સાથે ઝડપી પાડ્યા

ગત 3 જાન્યુઆરી ના રોજ રાત્રિના બે વાગ્યાની આસપાસ  પ્રભાતભાઈ જામાભાઈ રબારી ગામ બાબરી તાલુકો સમી જિલ્લો પાટણ વાળાઓ પોતાની માલિકીની પ્રિન્સ હોટલ ખાતે હાજર હતા તે દરમિયાન 6 આરોપીઓ મારક હથીયારો સાથે ધસી આવ્યા હતા. તે તમામને રાધનપુર પોલીસ હથિયારો સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ ગુનાના આરોપીઓએ અગાઉ દાખલ થયેલ ફરિયાદ અંગેનું મન દુઃખ રાખી પચાસ લાખ રૂપિયાની માંગણી કરેલ જે પૈસા ફરીયાદીએ ન આપતા શરીરે આડેધડ લાકડીઓથી માર મારી ઇજાઓ પહોંચાડી તથા પિસ્તોલ જેવું હથિયાર બતાવીને ફરિયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાનો ગુનો કરેલ હોય જે બનાવ અનુસંધાને ફરિયાદીએ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ તથા આર્મ એક્ટ કલમ-25(1-બી)એ તથા જી.પી.એક્ટ કલમ-135 મુજબનો ગુનો દાખલ કરાવેલ સદર ગુનામાં પિસ્તોલ જેવો હથિયાર વપરાયેલ હોય અને ગુનો ગંભીર પ્રકારનો હોય પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા  સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક વી.કે.નાયી પાટણ તથા નાયબ પોલીસ અધિક્ષકપરેશ રેણુકા રાધનપુર વિભાગ નાઓની સુચના મુજબ આ ગુનાના આરોપીઓ ભરતભાઇ સુખાભાઈ રબારી રહે-સીપર તા-શંખેશ્વર જી-પાટણ હાલ રહે-ગાંધીનગર,બળદેવભાઈ વિરમભાઈ રબારી રહે-વાવોલ તા.જી-ગાંધીનગર,અમરતભાઇ વાસીભાઈ રબારી રહે-મંગોડીતા.જી-ગાંધીનગર,લાલાભાઇ જેસંગભાઈ રબારી રહે-મંગોડી તા.જી-ગાંધીનગર,હરીભાઈ સુખાભાઈ રબારી રહે-સીપર તા-શંખેશ્વર જી-પાટણ હાલ રહે-ગાંધીનગર અને વિષ્ણુભાઇ અમરતભાઈ રબારી રહે-લોલાડા તા-શંખેશ્વર જી-પાટણને પકડી પાડવા માટે તેમજ હથિયાર રીકવરી માટે કરેલ સુચના મુજબ રાધનપુર પોલીસે અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક તમામ આરોપીઓને પકડી પાડેલ છે ગુનામાં વપરાયેલ મારક હથિયાર,લાકડીઓ, પિસ્તોલ તથા ઇનોવા ગાડી કબજે કરી આ ગુન્હાના છ આરોપીઓને અટક કરી તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી તપાસના કામે પુરાવા મેળવેલ છે તેમજ આગળની તપાસ હાલમાં ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.    

સંબંધિત સમાચાર