૩૦ સપ્ટેમ્બરથી ભારતમાં મહિલા વનડે વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. ICC એ આ ટુર્નામેન્ટ માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. આ વખતે વર્લ્ડ કપ જીતનાર ટીમ પર ઘણા પૈસાનો વરસાદ થવાનો છે. ICC એ મહિલા વર્લ્ડ કપ જીતનાર ટીમ માટે ૪.૪૮ મિલિયન ડોલર (૩૯.૪ કરોડ) ની ઈનામી રકમની જાહેરાત કરી છે, જે ૨૦૨૨માં રમાયેલા ODI વર્લ્ડ કપ કરતા ૪ ગણી વધારે છે. ૨૦૨૨ મહિલા વર્લ્ડ કપનો ખિતાબ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો. આ આઠ ટીમોની ટુર્નામેન્ટ માટે કુલ ઈનામી રકમ $13.88 મિલિયન છે, જે 2022 માં ન્યુઝીલેન્ડમાં યોજાયેલા છેલ્લા મહિલા વર્લ્ડ કપની $3.5 મિલિયન રકમ કરતાં 297 ટકા વધુ છે. આ મહિલા વર્લ્ડ કપ માટે કુલ ઈનામી રકમ ICC મેન્સ વર્લ્ડ કપ 2023 ની ઈનામી રકમ કરતાં પણ વધુ છે. તમને જણાવી દઈએ કે 2023 ODI વર્લ્ડ કપ માટે કુલ ઈનામી રકમ $10 મિલિયન હતી . આ વખતે રનર અપ ટીમને $2.24 મિલિયન મળશે. જ્યારે બંને હારેલી સેમિફાઇનલ ટીમોને $1.12 મિલિયન મળશે. ગ્રુપ સ્ટેજમાં દરેક મેચ જીતનારી ટીમોને $34,314 મળશે. પાંચમા અને છઠ્ઠા સ્થાને રહેતી ટીમોને $700,000 મળશે, જ્યારે સાતમા અને આઠમા સ્થાને રહેતી ટીમોને $280,000 મળશે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી દરેક ટીમને $250,000 મળશે. ઈનામી રકમની જાહેરાત કરતા ICCના ચેરમેન જય શાહે જણાવ્યું હતું કે આ જાહેરાત મહિલા ક્રિકેટની સફરમાં એક મોટો સીમાચિહ્નરૂપ છે. ઈનામી રકમમાં આ ચાર ગણો વધારો મહિલા ક્રિકેટ માટે એક ઐતિહાસિક ક્ષણ છે અને તેના લાંબા ગાળાના વિકાસ પ્રત્યેની અમારી સ્પષ્ટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમારો સંદેશ સરળ છે, મહિલા ક્રિકેટરોએ જાણવું જોઈએ કે જો તેઓ આ રમતને વ્યાવસાયિક રીતે પસંદ કરશે, તો તેમની સાથે પુરુષોની જેમ સમાન વર્તન કરવામાં આવશે.
મહિલા ODI વર્લ્ડ કપ માટે ઈનામી રકમની જાહેરાત, 2022 ની સરખામણીમાં ઈનામી રકમમાં ચાર ગણો વધારો

સંબંધિત સમાચાર
રમતગમતIND vs AFG: ઇશાન કિશને અફઘાનિસ્તાન સામે સદી ફટકારીને ODIમાં 1000 રન પૂરા કર્યા
2 દિવસ પહેલા
રમતગમતભારતને ત્રીજો ઝટકો લાગ્યો કારણ કે રુતુરાજ ગાયકવાડ પેવેલિયન પરત ફર્યા
2 દિવસ પહેલા
રમતગમતIND vs PAK: ભારત સામે હાર બાદ પાકિસ્તાનને વધુ એક ફટકો
2 દિવસ પહેલા
રમતગમતસ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યો, 100 સૌથી પ્રભાવશાળી ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય બની
2 દિવસ પહેલા
