રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રમતગમત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

BCCI એ ત્રણેય ફોર્મેટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી

BCCI એ ત્રણેય ફોર્મેટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણેય ફોર્મેટમાં પોતાની તાકાત દર્શાવવાની તક મળશે. BCCI એ આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. નોંધપાત્ર વાત એ છે કે, અનુભવી ઓપનર સ્મૃતિ મંધાનાને ત્રણેય ફોર્મેટ: ટેસ્ટ, ODI અને T20I ની કમાન સોંપવામાં આવી છે. ભારતીય ટીમ આ પ્રવાસમાં એક ટેસ્ટ, ત્રણ ODI અને ત્રણ T20I મેચની શ્રેણી રમશે. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયા સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ હેઠળ પહેલીવાર ટેસ્ટ મેચ રમશે.

બીસીસીઆઈ મહિલા પસંદગી સમિતિએ ત્રણેય ફોર્મેટ માટે અલગ-અલગ ટીમો પસંદ કરી છે. કેપ્ટન સ્મૃતિ મંધાના ઉપરાંત, શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમીમા રોડ્રિગ્સ અને હરલીન દેઓલ જેવી મુખ્ય ખેલાડીઓને ટેસ્ટ અને વનડે ટીમમાં સામેલ કરવામાં આવી છે. રિચા ઘોષ અને યાસ્તિકા ભાટિયા વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે, જ્યારે દીપ્તિ શર્માને ઉપ-કેપ્ટન બનાવવામાં આવી છે. સ્નેહ રાણા, શ્રી ચરાણી, ક્રાંતિ ગૌડ, નંદની શર્મા, જિન્તીમણિ કલિતા અને સયાલી સતઘરેને પણ ટેસ્ટ અને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

સ્મૃતિ મંધાના T20I ટીમની કેપ્ટન રહેશે, જ્યારે શેફાલી વર્માને ઉપ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમમાં નિકી પ્રસાદ, જી. કમલિની અને અનુષ્કા શર્મા જેવી ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. આ ઉપરાંત જેમીમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર, રિચા ઘોષ અને દીપ્તિ શર્મા પણ T20I ટીમનો ભાગ છે. બોલિંગમાં શ્રી ચારણી, પ્રેમા રાવત, ક્રાંતિ ગૌડ, નંદની શર્મા, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતી રેડ્ડી અને સયાલી સતઘરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરમિયાન, અમનજોત કૌર પણ ટીમમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર