રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા13 ફેબ્રુઆરી, 2025| Super Admin

રવિયા નજીક ભૂતિયા તળાવને જોડતા કાચા માર્ગને પાકો બનાવવા જિલ્લા કક્ષાથી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆત

રવિયા નજીક ભૂતિયા તળાવને જોડતા કાચા માર્ગને પાકો બનાવવા જિલ્લા કક્ષાથી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆત
કાચા શેરિયાને લઈ ૨૦૦ પરિવારને ભારે હાલાકી; ધાનેરા તાલુકાના રવિયા ગામના જાગૃત અરજદારે કાચા માર્ગને પાકો બનાવવા કરેલી રજૂઆત સ્થાનિક તંત્રે ધ્યાને ના લેતા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ૨૦૦ પરિવારોને પડતી સમસ્યા ઉજાગર કરી છે. મોટા ભાગે ચોમાસા ઋતુ દરમિયાન કાચા શેરીયામાં વરસાદી પાણી ભરાઈ જાય છે.જો કે ચોમાસુ ઋતુની પૂર્ણાહુતિ થઈ જવા છતાં રજૂઆતો પર પૂર્ણ વિરામ મુકાઈ જાય છે. રવિયા ગામથી શેરા ગામ તરફ જતા પાકા ડામર રસ્તા નજીકથી ભૂતિયા તળાવ તરફ એક કાચો માર્ગ જાય છે જે માર્ગ પર ૨૦૦ પરિવારો વસવાટ કરે છે .ખેતરો તરફ જતા માર્ગ પર રહેતા પરિવારો ચોમાસાની ઋતુ દરમિયાન મુશ્કેલીમા મુકાઈ જાય છે.કારણ કે ચોમાસાની ઋતુમા કાચો શેરિયો માર્ગ વરસાદી પાણીથી ભરાઈ જાય છે.જેના કારણે અગત્યની સેવાઓ બંધ થઈ જાય છે. પ્રજા બીમાર પડે કે પશુઓને પણ યોગ્ય સારવાર મળતી નથી.જે સમસ્યાના સમાધાન બાબતે સ્થાનિક નાગરિકે ધાનેરા સહિત જિલ્લા કક્ષાએ કાચા શેરિયાંને મનરેગા યોજનામાં લઈ માટી કામ સાથે મેટલ કામ કરી આપવામાં આવે તો વરસાદી પાણીનો નિકાલ થઈ શકે છે. જો કે આ રજૂઆત મામલે સ્થાનિક તંત્રની ઊંઘ નાં ઉડતા આખરે અરજદારે મુખ્યમંત્રી સુધી પોતાની માગણી બાબતે રજૂઆત કરી છે.ત્યારે ધાનેરા મનરેગા શાખા માનવતા દાખવીને પણ ૨૦૦ પરિવારોને ચોમાસા ઋતુ દરમિયાન પડતી મુશ્કેલીઓથી ઉગારે તેવો જનમત પ્રવર્તે છે.આ બાબતે અરજદાર દેવાભાઈ દેસાઈએ જણાવ્યું કે ધાનેરા તાલુકાના અનેક ગામોમાં ચોમાસુ ઋતુ દરમિયાન કાચા રસ્તા બાબતેની રજૂઆતોમાં વધારો થાય છે.જેને લઇ પ્રજાના હિતમાં ઘટતા પગલાં ભરવાની માંગ પણ કરી હતી.

સંબંધિત સમાચાર