રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરમાં અષાઢી બીજની રથયાત્રાની તડામાર તૈયારીઓ

પાલનપુરમાં અષાઢી બીજની રથયાત્રાની તડામાર તૈયારીઓ
18 કી.મી.લાંબી રથયાત્રામાં 1600 કિલો પ્રસાદનું થશે વિતરણ આજે ભગવાન જગન્નાથ વાજતે ગાજતે મોસાળમાં જશે; અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની 54 મી રથયાત્રાને લઈને પાલનપુરના મોટા રામજી મંદિર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પાલનપુરના શ્રી મોટા રામજી રામજી મંદિર ખાતેથી દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે પરંપરાગત રીતે રથયાત્રા યોજાય છે. અંદાજે 18 કિમી રૂટ ધરાવતી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળશે. રથયાત્રામાં 800 કિલો મગ, 300 કિલો જાંબુ અને 300 કિલો કાકડી પ્રસાદ તરીકે અપાશે. આ વર્ષે રથયાત્રા દરમિયાન મોસાળુ ગીરીશભાઈ ઠક્કર પરિવારના ત્યાં ભરાશે. ત્યારે ભગવાન જગન્નાથજી આજે વાજતે ગાજતે મોસાળ જવા પ્રસ્થાન કરશે તેવું મંદિરના મહંત રાઘવદાસજીએ જણાવ્યું હતું. ભગવાન જગન્નાથજીના મોસાળા સહિત રથયાત્રામાં પધારી ભોજન પ્રસાદનો લાભ લેવા મંદિરના મહંત દ્વારા અનુરોધ કરાયો છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર