નવી દિલ્હીમાં યોજાઈ રહેલી BRICS સમિટને લઈને ભારત અને ચીન વચ્ચેના સંબંધો ફરી ચર્ચામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે BRICS સમિટમાં પહોંચ્યા છે. તેમની સાથે વિદેશ મંત્રી એસ. જયશંકર પણ હાજર રહ્યા હતા. સમિટ દરમિયાન PM મોદીએ સંબોધન કરતાં કહ્યું કે BRICS કોઈના વિરુદ્ધ નથી, પરંતુ તમામ દેશોને સાથે લઈને આગળ વધવાનો પ્રયાસ કરે છે. BRICS દેશો વચ્ચે સંયુક્ત નિવેદન બહાર પાડવા અંગે પણ સહમતિ બની છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે આ સહમતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઈરાન, સાઉદી અરેબિયા અને UAE સહિતના સભ્ય દેશોના કેટલાક મુદ્દાઓ પર અલગ-અલગ વલણ હોવા છતાં ભારતે વાતચીતના માધ્યમથી સર્વસંમતિ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
7 વર્ષ બાદ ભારત આવ્યા જિનપિંગ: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ BRICS સમિટમાં ભાગ લેવા નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ 7 વર્ષ બાદ ભારત આવ્યા છે. પાલમ એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે તેમનું સ્વાગત કર્યું. 2020ની ગલવાન અથડામણ બાદ જિનપિંગની આ પ્રથમ ભારત મુલાકાત છે. જિનપિંગની મુલાકાત વચ્ચે ભારત-ચીન વચ્ચે સીધી હવાઈ સેવા ફરી શરૂ થવાની પ્રક્રિયા પણ ઝડપથી આગળ વધી રહી છે. ચાઇના સધર્ન 21 સપ્ટેમ્બરથી ગુઆંગઝુ-દિલ્હી રૂટ પર દરરોજ ફ્લાઇટ શરૂ કરવાની તૈયારીમાં છે.
15 જૂન 2020ની ગલવાન અથડામણ બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ વધ્યો હતો, પરંતુ વેપાર પર તેની લાંબા ગાળાની અસર જોવા મળી નથી. ઉપલબ્ધ આંકડા મુજબ 2020-21માં ચીનથી ભારતની આયાત લગભગ 65 અબજ ડોલર હતી, જે 2025-26માં વધીને 132 અબજ ડોલરથી વધુ થઈ છે. એર ચાઇના અને ચાઇના ઈસ્ટર્ન બાદ ચાઇના સધર્ન પણ ભારત માટે સીધી ફ્લાઇટ સેવા ફરી શરૂ કરનારી મોટી ચીની એરલાઇન બનશે. કોરોના મહામારી અને ગલવાન અથડામણ બાદ લાંબા સમયથી પ્રભાવિત રહેલો બંને દેશો વચ્ચેનો હવાઈ સંપર્ક હવે ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે BRICS સમિટમાં મોદી અને જિનપિંગની હાજરી ભારત-ચીન સંબંધો માટે મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવી રહી છે.
PM મોદીનો સંદેશ: ‘BRICS કોઈના વિરુદ્ધ નથી’; 7 વર્ષ બાદ જિનપિંગ ભારત પહોંચ્યા

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીય'આજે BRICS 4 દેશોમાંથી 21 દેશોનો પરિવાર બની ગયો છે'
18 કલાક પહેલા
રાષ્ટ્રીયદિલ્હીમાં વરસાદ માટે રેડ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
20 કલાક પહેલા
રાષ્ટ્રીયતમિલ વિદ્વાન સોલોમન પપ્પૈયાનું 90 વર્ષની વયે અવસાન
21 કલાક પહેલા
રાષ્ટ્રીયનેપાળ હોનારતમાં બ્રહ્માકુમારીઝે એક કરોડ એક લાખની સહાય કરી
22 કલાક પહેલા
