રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ27 મે, 2026| Super Admin

પાટણ યુનિવર્સિટી દ્વારા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને 15% ફી વધારો મંજૂર કરાયો

પાટણ યુનિવર્સિટી દ્વારા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને 15% ફી વધારો મંજૂર કરાયો

યુનિવર્સિટીએ 25 વર્ષ બાદ ફી વધારાને મંજૂરી સાથે 10 પ્રોફેસરના પ્રમોશનને લીલીઝંડી આપી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BOM)ની બેઠક કુલપતિ ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને 15% એડહોક ફી વધારાને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, કેટલાક નવા કોર્સ અને 10 પ્રોફેસરોના પ્રમોશનને પણ લીલીઝંડી અપાઈ હતી.

યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા છેલ્લા 25 વર્ષથી ફી વધારો ન મળ્યો હોવાથી ફી વધારાની માંગ કરવામાં આવી હતી. જોકે, યુનિવર્સિટી દ્વારા રચાયેલી ફી નિર્ધારણ કમિટી (FRC)ની ભલામણ સ્વીકારીને વર્ષ 2001 પછી પ્રથમવાર 15 ટકા એડહોક ફી વધારો મંજૂર કરાયો હતો.બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી ન ધરાવતી 111 કોલેજોને અગાઉ જીકાસ (GCAS) પ્રવેશ પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવી હતી. જોકે, સરકારના તાજેતરના સૂચન મુજબ આ તમામ કોલેજોને જીકાસ પોર્ટલ પર ચઢાવવા જણાવાયું હતું. આ 111 કોલેજો પૈકી 10 કોલેજો કોઝન પોર્ટલ પર ન ચઢાવી હોવાથી તે પ્રવેશ પ્રક્રિયામાંથી બહાર રહેશે. અન્ય 17 કોલેજો સામે ઇન્કવાયરી કમિટીનો રિપોર્ટ સ્વીકારીને પગલાં લેવા મંજૂરી અપાઈ હતી, સાથે તેમને સાંભળવાની તક આપવાનું પણ ઠરાવાયું હતું.

યુનિવર્સિટીમાં લાંબા સમયથી અટકેલા પ્રોફેસરોના પ્રમોશનના કેસ કુલપતિ ડો. પોરીયાએ હાથ પર લીધા હતા. કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (CAS) અંતર્ગત 11 પ્રોફેસરોના ઇન્ટરવ્યૂ લેવાયા હતા,જેમાંથી 10 પ્રોફેસરોના પ્રમોશન BOMની બેઠકમાં મંજૂર કરાયા હતા. કેમેસ્ટ્રી વિભાગના ડો. સંગીતા શર્માના પ્રોફેસર પદને લગતું કવર બંધ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 11 કરાર આધારિત નોન-ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયાને પણ મંજૂરી આપવામાં આવી હતી.બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં યુનિવર્સિટીના સબ સેન્ટર વડાલી ખાતે ચાલુ શૈક્ષણિક સત્રથી એમએસસી - આઈટી નો અભ્યાસક્રમ શરૂ કરવા મંજૂરી અપાઇ હતી. તેમજ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા નવા શરૂ કરાનાર પબ્લિક હેલ્થના પીજી કોર્સને પણ મંજૂરી અપાઈ હતી.બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠકમાં કુલપતિ ડો. કિશોરપોરીયા, કુલસચિવ ડો. રોહિત દેસાઈ તેમજ બીઓએમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર