રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ24 એપ્રિલ, 2026| Super Admin

પાટણ પ્રાદેશિક કમિશનરે પાલિકાના નામંજૂર ઠરાવો રદ કર્યા, સાત વિકાસકામોને લીલીઝંડી

પાટણ પ્રાદેશિક કમિશનરે પાલિકાના નામંજૂર ઠરાવો રદ કર્યા, સાત વિકાસકામોને લીલીઝંડી

પાટણ નગરપાલિકાના સભ્યો દ્વારા નામંજૂર કરાયેલા સાત વિકાસ કાર્યોને ગાંધીનગરના પ્રાદેશિક કમિશનરે મંજૂરી આપી દીધી છે. ચીફ ઓફિસર હિરલબેન ઠાકરની રજૂઆત બાદ કમિશનરે આ નિર્ણય લીધો છે, જેમાં સભ્યોને અંગત અદાવતથી દૂર રહેવા પણ તાકીદ કરવામાં આવી છે.

પાટણ નગરપાલિકાની મુદત ૧૪ એપ્રિલે પૂર્ણ થઈ તે પહેલાં, ગત વર્ષે ૩૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ મળેલી સામાન્ય સભામાં કુલ ૭૫ કામો રજૂ કરાયા હતા. તેમાંથી સાત મહત્વના વિકાસ કાર્યોને સત્તાધારી પક્ષના સભ્યોએ કોઈ નક્કર ટેકનિકલ કારણ વિના બહુમતીના જોરે ના મંજૂર કર્યા હતા.આ બાબતને ગંભીરતાથી લઈને ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ-૨૫૮(૧) હેઠળ ગાંધીનગર ખાતેની પ્રાદેશિક કમિશનરની કચેરીમાં સમીક્ષા માટે દરખાસ્ત કરી હતી. ચીફ ઓફિસરે રજૂઆત કરી હતી કે સભ્યોએ માત્ર પોતાનું મહત્વ સાબિત કરવા માટે જન

હિતના કામો અટકાવ્યા છે.આ મામલે પ્રાદેશિક કમિશનર, ગાંધીનગર ઝોન સમક્ષ કેસ નોંધાયો હતો. જેમાં ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખની મૌખિક રજૂઆતો તથા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. કમિશનરે ૧૯ પાનાનો વિસ્તૃત ચુકાદો આપતા નોંધ્યું કે ચૂંટાયેલા સભ્યોએ અંગત અદાવત કે સત્તાના પ્રદર્શન માટે વિકાસના કામોમાં અવરોધ ઊભો ન કરવો જોઈએ.કમિશનરે સ્પષ્ટ કર્યું કે વહીવટી પારદર્શિતા જાળવવી અને સરકારી ગ્રાન્ટનો સમયસર ઉપયોગ થાય તે જોવાની જવાબદારી ચીફ ઓફિસરની છે.આ સાથે જ કમિશનરે સામાન્ય સભાના વિવાદિત નિર્ણયોને સ્થગિત કરી ચીફ ઓફિસરની દરખાસ્ત મુજબ કામો આગળ વધારવાનો આદેશ આપ્યો છે.પ્રાદેશિક કમિશનરે મંજૂર કરેલા ઠરાવોમાં રાષ્ટ્રહિત અને આપત્તિ વ્યવસ્થાપન માટે સાયરન ખરીદી (ઠરાવ નં. ૬૪),બગીચામાં સ્ટ્રીટ લાઈટની સુવિધા (ઠરાવ નં.૬૮),અને શહેરની સફાઈ માટે રોડબ્રશની ખરીદી (ઠરાવ નં.૭૧)નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, સ્વચ્છ ભારત મિશન હેઠળ સેનેટરી પેડ અને ડાયપરના વૈજ્ઞાનિક નિકાલ માટે ઇન્સીનરેટર પ્લાન્ટ (ઠરાવ નં.૯૨)ને પ્રજાનાઆરોગ્ય માટે અનિવાર્ય ગણાવાયો છે. રસ્તાઓના પેચવર્ક (ઠરાવ નં.૧૦૪) અને સ્ટ્રીટ લાઈટ શાખાના સાધનોની ખરીદી (ઠરાવ નં.૧૦૮)ને પણ મંજૂરી અપાઈ છે.ખાસ કરીને, ઠરાવ નં. ૧૨૨ હેઠળ સફાઈ કામદારોની સુરક્ષા કીટ અને સાધનો બાબતે કમિશનરે આકરી ટકોર કરતા જણાવ્યું હતું કે સફાઈ કામદારોની સુરક્ષા સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં.કમિશનરના આ આખરી હુકમથી પાટણમાં છેલ્લા પાંચ મહિનાથી અટકી પડેલા વિકાસના કામોને હવે વેગ મળશે તેવી આશા વ્યકત કરાઈ રહી છે.

સંબંધિત સમાચાર