રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ નાગરિક બેંક વિવાદ: ગણતરી અટકતા મતપેટીઓ સીલ કરવાની આવી નોબત

પાટણ નાગરિક બેંક વિવાદ: ગણતરી અટકતા મતપેટીઓ સીલ કરવાની આવી નોબત

મતગણતરી અટકતાં પરિવર્તન પેનલના ઉમેદવારોએ  ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કર્યા

મતગણતરી આગામી તારીખ નક્કી થયે હાથ ધરાશે : ચૂંટણી અધિકારી

પાટણ નાગરિક સહકારી બેંકની રવિવારે એમ એન હાઈસ્કૂલ ખાતે યોજાયેલી ચૂંટણીની મતગણતરી સાજે નકકી કરેલા સમય કરતાં મોડી શરૂ થતાં ભારે હંગામો સજૉયો હતો. જેમાં મતગણતરીની શરૂઆતમા કુલ 9,170 મતોમાંથી માત્ર 1453 મતોની ગણતરી થયા બાદ પ્રક્રિયા મતગણતરીની પ્રક્રિયા અટકાવી દેવામાં આવતા પરિવર્તન પેનલના ઉમેદવારો અને સભ્યોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રવિવારે સાંજે 6 વાગ્યે શરૂ થયેલી મતગણતરીની પ્રક્રિયા મોડી રાત સુધી ચાલેલી આ પ્રક્રિયામાં જ્યારે 1,453 મતોની ગણતરી પૂર્ણ થઈ, ત્યારે મતગણતરી કરતો મહિલા શિક્ષક સ્ટાફ જતો રહેતા મત ગણતરી અટકી હતી. ત્યારબાદ ચૂંટણી અધિકારીએ પ્રક્રિયા સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો.ચૂંટણી અધિકારીએ મતગણતરી અટકાવવા પાછળ કારણ આપ્યું હતું કે બેલેટ પેપરથી થતી ગણતરીમાં વધુ સમય લાગે છે.ઉપરાંત, વરસાદી વાતાવરણને કારણે મહિલા કર્મચારીઓ ઘરે જતા રહ્યા હતા અને અન્ય કર્મચારીઓ પણ ફરજ છોડી દેતા મત ગણતરી આગળ વધી શકી ન હતી.

54.jpg 133.74 KB
તાત્કાલિક અન્ય માણસોની વ્યવસ્થા ન થઈ શકતા મતગણતરી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાતા આ નિર્ણય સામે પરિવર્તન પેનલના સભ્યો અત્યંત ઉગ્ર બન્યા હતા અને મોડી રાત સુધી મતગણતરી ચાલુ રાખવા માટે દબાણ કરી રજૂઆતો કરી હતી. ઉમેદવારોના ભારે વિરોધ અને તંગદિલીભર્યા માહોલને જોતા વહીવટી તંત્ર દ્વારા તુરંત જ પોલીસ પ્રોટેક્શન બોલાવી લેવામાં આવ્યું હતું.વધતા જતા વિવાદ વચ્ચે, ચૂંટણી અધિકારીએ પોલીસ બંદોબસ્તની હાજરીમાં તમામ મતપેટીઓને સુરક્ષિત રીતે સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં ખસેડી દીધી હતી. હાલ પૂરતી મતગણતરીની સમગ્ર પ્રક્રિયાને સ્થગિત કરી દેવામાં આવી છે.ચૂંટણી અધિકારી હવે આ મામલે પ્રાંત અધિકારી સાથે બેઠક યોજીને ચર્ચા વિચારણા કરશે. ત્યારબાદ જ મતગણતરીની નવીન તારીખ નક્કી કરી તે અંગેનો નવો સમય જાહેર કરવામાં આવશે તેવું ચૂંટણી અધિકારી એ જણાવ્યું હતું.

પાટણ નાગરિક બેંક ની રવિવારે યોજાયેલી ચૂંટણી બાદ મતગણતરી સ્થગિત રખાતા હાલમાં બેંકની ચૂંટણીનું પરિણામ અધ્ધરતાલ બન્યું છે.તો શહેરમાં છેલ્લા 63 વર્ષથી કાર્યરત પાટણ નાગરિક બેંકના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત બનેલી આ ઘટનાને સૌએ નંદનિય લેખાવી છે. પૂવૅ ચેરમેન સુરેશભાઈ પટેલે પણ મતગણતરી સ્થગિત રાખવા મામલે પોતાની તીખી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે વર્તમાન ચેરમેનની પેનલ હાર ભાળી ગઈ હોય ચૂંટણી જીતવા માટે આવા ખોટા ગંતકડા કરી રહી હોવાના આક્ષેપો તેઓએ ક્યૉ હતાં.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર