રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણના નવનિયુક્ત કલેકટર ભટ્ટ ને શુભેચ્છા સાથે આવકારતા પાટણ બ્રહ્મ સમાજ અગ્રણીઓ

પાટણના નવનિયુક્ત કલેકટર ભટ્ટ ને શુભેચ્છા સાથે આવકારતા પાટણ બ્રહ્મ સમાજ અગ્રણીઓ
ભગવાન શ્રી પરશુરામજી ની શોભાયાત્રાના પ્રસ્થાન માટે કલેકટરે આમંત્રણ સ્વીકાર્યું; નવનિયુક્ત પાટણ જિલ્લા કલેકટર ભટ્ટની સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના આગેવાનો તેમજ શ્રી જગન્નાથજી મંદિરના કાર્યકરોએ શુભેચ્છા મુલાકાત લઈ આગામી તા.29 મી એપ્રિલે યોજાનાર ભગવાન શ્રી પરશુરામજી શોભાયાત્રા નું તેઓના વરદ્ હસ્તે પ્રસ્થાન કરવા માટે આમંત્રણ પાઠવવામાં આવતાં નવ નિયુક્ત જિલ્લા કલેકટરે તેઓના આમંત્રણનો સહર્ષ સ્વીકારી કરી ભગવાન શ્રી પરશુરામજી ની શોભાયાત્રાના પ્રસ્થાન પ્રસંગે હાજર રહેવાની હૈયાધારણા આપી હતી. જિલ્લા કલેકટર ભટ્ટની આ શુભેચ્છા મુલાકાત દરમિયાન સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા પ્રમુખ અને ભગવાન શ્રી પરશુરામજી શોભાયાત્રા કમિટીના કન્વીનર પિયુષભાઈ આચાર્ય એ તેઓ દ્રારા પ્રકાશિત કરવામાં આવેલ સનાતન સંસ્કૃતિના પ્રતિક પુસ્તક અપૅણ કરી ભગવાન શ્રી પરશુરામજી અને શ્રી જગન્નાથજી ની રથયાત્રા સહિત મંદિરની વિવિધ પ્રવૃત્તિઓથી વાકેફ કરી તેઓને આવકાયૉ હતાં. નવનિયુક્ત જિલ્લા કલેકટરની શુભેચ્છાઓ મુલાકાત દરમિયાન સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો,જગન્નાથ મંદિરના સેવકો સહિત શ્રી પરશુરામજી શોભાયાત્રા સમિતિના સભ્યોએ પણ બુકે,શાલ થી કલેકટરનું સ્વાગત સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર