રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રમતગમત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડી હૈદર અલીની ઇંગ્લેન્ડમાં ધરપકડ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડી હૈદર અલીની ઇંગ્લેન્ડમાં ધરપકડ

થોડા દિવસો પહેલા, 24 વર્ષીય પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડી હૈદર અલીની ઇંગ્લેન્ડમાં ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ, PCBએ હૈદરને અસ્થાયી રૂપે સસ્પેન્ડ પણ કરી દીધો છે. ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે 24 વર્ષીય ખેલાડી હૈદર અલીની ગુનાહિત કેસમાં ધરપકડ હૈદર અલી પાકિસ્તાન શાહીન ટીમનો ભાગ હતો જેણે તાજેતરમાં ઇંગ્લેન્ડમાં 3 બિનસત્તાવાર વનડે અને 2 ત્રણ દિવસીય મેચ રમવા માટે પ્રવાસ કર્યો હતો. પાકિસ્તાની બેટ્સમેન હૈદર અલી વિશે ESPN ક્રિકઇન્ફોના સમાચાર અનુસાર, ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે હજુ સુધી તેને કસ્ટડીમાં લીધો નથી અને તેની પૂછપરછ ચાલી રહી છે. આ સમગ્ર મામલે PCB દ્વારા એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે, જેમાં તેમણે માહિતી આપી છે કે આ ઘટના પાકિસ્તાન શાહીનના તાજેતરના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બની હતી, PCB એ પુષ્ટિ આપી છે કે તે આ સમગ્ર તપાસ દરમિયાન હૈદરને તેના અધિકારોનું રક્ષણ કરવા માટે તમામ પ્રકારની કાનૂની સહાય પૂરી પાડી રહ્યું છે. અમે ઇંગ્લેન્ડની કાનૂની પ્રક્રિયાઓનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર