રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અંબાજી

એન.એસ.એસ.યુનિટ દ્વારા અંબાજી રૂટ પર મહા- સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

એન.એસ.એસ.યુનિટ દ્વારા અંબાજી રૂટ પર મહા- સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની એન.એસ. એસ. શાખા અને સરકારી વિનયન કૉલેજ, અમીરગઢ ખાતે કાર્યરત એન.એસ.એસ.યુનિટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે આયોજીત ભાદરવી પૂનમના મેળા અન્વયે સરકારના મિશન 'સ્વચ્છતા હી સેવા' અભિયાન હેઠળ તા.૦૬/૦૯/૨૦૨૫ ને શનિવારના રોજ કોલેજને ફાળવવામાં આવેલ અંબાજી માર્ગ પર થુરથી મુમનવાસ રૂટ પર મહાસ્વરછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. જેમાં યુનિવર્સિટીના માર્ગદર્શન અને સક્રિય પ્રયાસોથી પ્લાસ્ટિક મુક્ત મેળો બનાવવા સફળતાપૂર્વક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઉપરાંત પદયાત્રીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તથા ઘરેથી સ્ટીલની થાળી અને ગ્લાસ લઈ જવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયામાં પણ વિડીયો-રીલ બનાવીને લોકજાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ શ્રમદાનકાર્યમાં સેવાકીય કાર્ય કરવાના ઉદ્દેશથી કૉલેજના એન.એસ.એસ.ના ૨૦ જેટલા સ્વયંસેવક ભાઈ-બહેનો દ્વારા હાઈ-વે રસ્તા પર તથા મુખ્ય રસ્તાની બંને બાજુ શ્રદ્ધાળઓ, પદયાત્રીઓ તથા રાહદારીઓ અને વહેપારીઓ થકી નાખવામાં આવેલ કચરાની સ્વચ્છતા અને સફાઈ કરવામાં આવી હતી. તેમજ વપરાશમાં લેવાયેલી અને સેવા કેમ્પોમાં પડેલી પ્લાસ્ટિકની થેલીઓ, સિંગલ યૂઝ પ્લાસ્ટિક તેમજ પ્લાસ્ટિકની પાણીની ખાલી બોટલનું એકત્રીકરણ કરી યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી મોટી બેગમાં એકઠું કરવામાં આવ્યું હતું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર