હિંમતનગરના મોતીપુરામાં રવિવારે સાંજે એક એક્ટિવા સ્લીપ થતાં 52 વર્ષીય આધેડ રોડ પર પટકાયા હતા. નજીકમાં ગુનાનું પંચનામું કરી રહેલા પોલીસકર્મી જયેન્દ્રસિંહ જેતાવતે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઘટના મોતીપુરા વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે પુલ નીચે બની હતી. એક્ટિવા ચાલક પટકાયા બાદ તેમના માથાના ભાગેથી લોહી નીકળતું હતું. પોલીસકર્મી જયેન્દ્રસિંહ જેતાવતે સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તને તાત્કાલિક રીક્ષા મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઈજાગ્રસ્તની ઓળખ હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં ગાંધી સંસ્કાર આશ્રમમાં રહેતા પરાગભાઈ દાનાભાઈ પરમાર તરીકે થઈ છે. સમયસર સારવાર મળવાને કારણે તેમનો બચાવ થયો છે. હાલ તેમની તબિયત સ્થિર છે અને તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
હિંમતનગરના મોતીપુરામાં એક્ટિવા સ્લીપ થતા આધેડ ઘાયલ

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
સાબરકાંઠાનવરાત્રી રંગ: હિંમતનગરમાં અત્રિ પરિવારે યોજી અનોખી વેશભૂષા સ્પર્ધા
5 કલાક પહેલા
સાબરકાંઠાઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો ‘વન મહોત્સવ’ ધામધૂમથી ઉજવાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
5 દિવસ પહેલા
