રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા17 જુલાઈ, 2025| Super Admin

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા રસ્તાની સમારકામ કામગીરી હાથ ધરાતા લોકોને ખાડારાજથી રાહત મળી

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા રસ્તાની સમારકામ કામગીરી હાથ ધરાતા લોકોને ખાડારાજથી રાહત મળી
મુખ્યમંત્રીની કડક સુચનાને પગલે મહેસાણા મનપા કામે લાગી; મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પિલાજીગંજ વિસ્તારમાં વિવિધ રોડ રસ્તાના ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચોમાસાની શરૂઆતમાં જ શહેરના વિવિધ રસ્તાઓએ તંત્રની નબળી કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી હતી. જેના લીધે શહેરના કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના બનાવો વધી કવા પામ્યા છે. વરસાદી પાણીમાં રોડ રસ્તાઓ પણ ક્યાંકને ક્યાંક ધોવાઈ જવાના લીધે શહેરના અનેક વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ખાડારાજથી ત્રાહિમામ પોકારી ઉઠેલા શહેરીજનોની મૌખિક રજૂઆતને ધ્યાને લઈને મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી અને સવલત માટે થઈને તાત્કાલિક ધોરણે ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ખૂબ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ રસ્તા પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દિશા - દર્શનમાં મહાનગરપાલિકાઓને કડક સૂચના આપી છે. જે અનુસંધાને હાલમાં રોડ- રસ્તા રીપેર, ચકાસણી તથા અન્ય ગુણવત્તાવર્ધક કામગીરીઓ રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જે અંતર્ગત મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તા મરામતની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના વાહનચાલકોને ખાડાની સમસ્યાથી રાહત મળી રહે તેમજ ટ્રાફિક સમસ્યા ઓછી થાય તે હેતુથી મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પિલાજીગંજ વિસ્તારમાં રસ્તાના ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર