ઊંઝા શહેરમાં બે દિવસથી વરસાદ માહોલ જામ્યો છે. ત્યારે ગત રાત્રે ઉમિયા નગર વિસ્તારમાં છાપરું બનાવી રહેતા શ્રમજીવી પરિવારની મહિલા પર ઝાડ પડતા તેનું કરૂણ મોત નિપજ્યું હતું. મૃતકનું નામ રમીલાબેન હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર ઊંઝા શહેરમાં હવામાન વિભાગની આગાહીને લઈ છેલ્લા બે દિવસથી વરસાદ માહોલ સર્જાયો છે. જેને લઈ વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી છે. વરસાદને લઈ રાત્રિના સમયે ઊમિયા નગર વિસ્તારમાં શ્રમજીવી પરિવારની મહિલા રમીલાબેન બદ્રીલાલ કથોડી ઉવ. 38 પોતાના છાપરામાં રસોઈ બનાવતી હતી. ત્યારે ઘરની નજીક આવેલ ખીજડાનું ઝાડ ભારે વરસાદ અને પવનને લઈ પડતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઊંઝામાં રાત્રે ઝાડ પડતા મહિલાનું મોત નિપજ્યું

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Unjha
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
4 દિવસ પહેલા
મહેસાણાખેરાલુના લુણવા ગામે ગોગામહારાજ મંદિરમાં ત્રાટક્યા તસ્કરો: 11 લાખના મુદ્દામાલની ચોરી
5 દિવસ પહેલા
મહેસાણાઉત્તર ગુજરાત યુનિવર્સિટી યુવક મહોત્સવમાં ઊંઝા કોલેજનું ગૌરવ
5 દિવસ પહેલા
