રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

MCX પર સોના-ચાંદીના ભાવ ફરી ઐતિહાસિક સપાટીએ…!! – Gujarati GNS News


ભારતીય કોમોડિટી બજાર (MCX) માટે આજે એક મહત્વપૂર્ણ દિવસ રહ્યો છે. ચાંદીના ભાવોએ તમામ અગાઉના રેકોર્ડને તોડી નાંખતા નવી ઓલ-ટાઇમ હાઈ સપાટી સ્પર્શી છે. ભારે તેજીના પરિણામે ચાંદીનો ભાવ રૂ.૨૦.૧૪ લાખ પ્રતિ કિલોગ્રામને પાર ગયો છે. ચાંદી સાથે સોનામાં પણ નોંધપાત્ર વધારાથી રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો : લેટેસ્ટ આંકડા અનુસાર, MCX પર ચાંદીના માર્ચ ૨૦૨૬ના વાયદાના ભાવમાં રૂ.૬૦૬૧નો મજબૂત ઉછાળો નોંધાયો છે, જે ૨.૯૧ ટકાનો વધારો દર્શાવે છે. આ તેજી સાથે ચાંદીનો ભાવ રૂ.૨,૧૪,૫૦૦ પ્રતિ કિલોગ્રામની નવી રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો છે.

સોનાએ પણ નોંધાવી નવી ઊંચાઈ : ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ મજબૂત તેજી જોવા મળી છે. સોનાના ફેબ્રુઆરી ૨૦૨૬ના વાયદાના ભાવમાં રૂ.૧૪૨૯નો વધારો થયો છે, જે ૧.૦૬ ટકા વધારાને દર્શાવે છે. આ વધારા સાથે સોનાનો ભાવ રૂ.૧,૩૫,૬૨૫ પ્રતિ ૧૦ ગ્રામની ઊંચી સપાટીએ પહોંચ્યો છે.

તેજીના મુખ્ય કારણો : બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે વધી રહેલી અનિશ્ચિતતા, ડોલર સામે રૂપિયાની નબળાઈ અને ઔદ્યોગિક માંગમાં થયેલા વધારાના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આ રેકોર્ડબ્રેક તેજી જોવા મળી રહી છે. સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદી તરફ રોકાણકારો વળતાં બુલિયન માર્કેટમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે.



Source link

આજના સોના-ચાંદીના ભાવ

20 નવેમ્બર, 2026, સાંજનો બંધ ભાવ

સોનું 24 કેરેટ (999)10 ગ્રામ₹1,23,893▼ ₹5,638
સોનું 22 કેરેટ (916)10 ગ્રામ₹1,13,486▼ ₹5,164
સોનું 18 કેરેટ (750)10 ગ્રામ₹92,920▼ ₹4,228
ચાંદી (999)1 કિલો₹1,52,528▼ ₹7,911

છેલ્લે અપડેટ: 20 નવેમ્બર, 2026 8:00 PM · સ્ત્રોત: IBJA · ભાવ GST અને ઘડામણ વગરના

વજન પ્રમાણે ભાવ અને 30 દિવસનો ટ્રેન્ડ →
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર