રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા8 જુલાઈ, 2025| Super Admin

લાખણીના ગેળા સહિતના ગામોમાં બાજરીના પાકને વરસાદના લીધે મોટું નુકસાન

લાખણીના ગેળા સહિતના ગામોમાં બાજરીના પાકને વરસાદના લીધે મોટું નુકસાન
લાખણી તાલુકાના ગેળા સહિતના ગામોમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા સતત ભારે વરસાદના કારણે બાજરીના પાકને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક ફરી ઊગી નીકળ્યો છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહે છે કે "ખેડૂત ફરી એક વખત કુદરત સામે લાચાર બની ગયો છે." ગ્રામજનોનું કહેવું છે કે વરસાદી પાણી માત્ર ખેતરોમાં નહીં પણ જીવનમાં પણ નિરાશા લઈ આવ્યું છે. અનેક ખેડૂતોનું ખાતર, બિયારણ, મજૂરી પર ઉધાર ચાલતું હોય છે. આવા સમયમાં પાકનો નાશ થવાથી તેઓને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ખેડૂતો સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યાં છે. તેઓની માંગ છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને નુકસાનના આધારે સહાય જાહેર કરવામાં આવે. જેથી ઉનાળુ સિઝનની નિષ્ફળતા ભરપાઈ થઈ શકે. અને ખેડૂતો ચોમાસુ વાવેતર કરી શકે.અન્ય ગામોમાં પણ બાજરીનો પાક નાશ પામ્યો છે ઘાસચારો બગડી ગયો છે. ત્યારે સરકાર માનવીય અભિગમ દાખવીને પણ સહાય કરે તે સમયનો તકાજો છે.

સંબંધિત સમાચાર