પાલનપુરના જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સના ઓપન એર થિયેટરમાં જન્માષ્ટમી નિમિતે જગતપાલક ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ આનંદ અને ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે આરતી, પ્રસાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનોની ટીમે માટલી ફોડી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ, ગીતો, ભજન, રાસ-ગરબા અને એકલ નૃત્ય વગેરેમાં ભાગ લીધો હતો, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. અને કાર્યક્રમ સફળ બન્યો હતો. "ગોવિંદા આલા રે આલા, મધુવન મેં જો કનૈયા કિસી ગોપી સે મિલે.. રાધા કૈસે ના જલે.. રાધા કૈસે ના જલે..." ગીત અને નારાથી કોલેજનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. રાધાબેન પટેલે જન્માષ્ટમી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. ડૉ. ઋષિકેશ રાવલે શ્રી કૃષ્ણ વિશે સુંદર પરિચય આપ્યો હતો. કોલેજ પરિવારના સહયોગથી જન્માષ્ટમી ઉત્સવ ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો હતો.
પાલનપુરના જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સના ઓપન એર થિયેટરમાં કૃષ્ણ જન્મોત્સવ પર્વની ઉજવણી કરાઈ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Palanpur#Student Participation#Cultural Celebration#Indian festivals#Religious Observance#Youth Engagement#G.D. Modi College#Krishna Janmashtami#College Event#Devotional Songs#Ras-Garba#Traditional Festival#Aarti and Prasad#Dance and Music
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
3 દિવસ પહેલા
