કીર્તિ પટેલની ધરપકડ; સુરત પોલીસે અમદાવાદથી ધરપકડ કરી

ગુજરાતમાં આમ તો કીર્તિ પટેલ ખુબ જાણીતું નામ છે. ટિક્ટોક સ્ટારથી મેળવેલ ખ્યાતિ બાદ આજે કોઈને કોઈ કેસમાં કીર્તિ પટેલનું નામ સામે આવે છે. સતત વિવાદોથી ઘેરાયેલી કીર્તિ પટેલના દર થોડા દિવસે કોઈને કોઈ કાંડમાં નામ સામે આવે છે. આજે ફરી એક વખત કીર્તિ પટેલ નું નવું કારસ્તાન સામે આવ્યું છે. અને સુરત પોલીસે તેની અમદાવાદથી ધરપકડ કરી છે.
શું છે સમગ્ર મામલો; મળતી માહિતી મુજબ, કીર્તિ પટેલ દ્વારા જમીન વિવાદને લઈને બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આ કેસને લઈને સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં કીર્તિ પટેલ ફરાર હતી. કીર્તિએ બિલ્ડરને હનીટ્રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આવી હતી. કીર્તિ પટેલની સુરત પોલીસ દ્વારા અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. કીર્તિ પટેલ દ્વારા એક બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી. કીર્તિ પટેલની ધરપકડ બાદ આ મુદ્દો સોશિયલ મીડિયામાં પણ ચર્ચામાં આવી ગયો છે. હવે તેને કોર્ટમાં રજુ કરવામાં આવશે અને તેના કારણે બની શકે કે તેને જેલમાં પણ જવું પડી શકે છે.
ટેગ્સ:#Surat police#social media buzz#Criminal Charges#Law and Order#Gujarat News#land dispute#Ransom Demand#Kirti Patel#Ahmedabad Arrest#Honeytrap Threat#Legal Controversy#Kapodra Police Station#Celebrity Scandal
સંબંધિત સમાચાર
ગુજરાતગુજરાતમાં ચાર નકલી રાજકીય પક્ષોએ 2,284 કરોડ રૂપિયાના દાન ભેગું કર્યું
7 કલાક પહેલા
ગુજરાતકચ્છની શાળામાં સગીર છોકરી પર બળાત્કાર કરવાના આરોપમાં સસ્પેન્ડ કરાયેલા પ્રિન્સિપાલની ધરપકડ
1 દિવસ પહેલા
ગુજરાતઅમદાવાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો કોલર પકડનારા પ્રોફેસર સામે વિરોધ પ્રદર્શન, કુલપતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર
2 દિવસ પહેલા
ગુજરાતગુજરાતમાં ભારતનો પ્રથમ બંદર આધારિત ઇ-મિથેનોલ પ્લાન્ટ સ્થપાશે
2 દિવસ પહેલા
