રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

હરિદ્વારથી પગપાળા કાવડ યાત્રા, યુવાનની ઉમદા શ્રદ્ધા યાત્રા

હરિદ્વારથી પગપાળા કાવડ યાત્રા, યુવાનની ઉમદા શ્રદ્ધા યાત્રા

થરાદ તાલુકાનાં ભાચર ગામના, એક યુવાન કાવડિયા, પોતાની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ સાથે હરિદ્વારથી પગપાળા પાવન ગંગાજળ લઈને અંદાજે 1200 કિમી ની પદયાત્રા કરી પોતાના ગામ તરફ પરત નિકળ્યો છે. અસહ્ય ગરમી, માર્ગની થકાવટ અને અસંખ્ય ચૅલેન્જ છતાં, ભક્તિથી ભરેલું તેનું મન કોઈ અવરોધ માનતું નથી. છતાં પણ 1150 કિમીની પગપાળા કાવડયાત્રા કરી આજે 41 મા દીવસે પાંથાવાડા પહોંચ્યા હતા.પાંથાવાડાના સેવાપ્રેમી લોકો તેમજ આસ્થા હોસ્પિટલના ડૉ.રમેશભાઈ સહીત મોટી સંખ્યામાં પદયાત્રી હરેશભાઈ ચૌધરીનુ ફુલહાર અર્પણ કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. આ બાબતે કાવડ યાત્રી હરેશ ચૌધરીએ જણાવ્યું કે આ કાવડ યાત્રા માત્ર એક યાત્રા નથી – તે એક સંકલ્પ છે, એક તપ છે. દરેક પગલાં સાથે "બમ બમ ભોલે!"ના નાદ સાથે તે લોકકલ્યાણની લાગણીને જીવંત કરી રહ્યો છે. લોકો મારા આધ્યાત્મિક ઉત્સાહ અને આત્મ વિશ્વાસથી પ્રભાવિત થઈ રહ્યા છે. રસ્તામાં મળતા સેવાભાવી લોકો પાસેથી તેમને પાણી, ફળ અને આરામની વ્યવસ્થા પણ મળી રહી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હરિદ્વાર હરકીપેડીથી ગંગાજળ લઈ 45 મા દીવસે શ્રાવણ માસના પ્રારંભ દીવસે પોતાનાં માદરે વતન પહોંચી મહાદેવના શીવ લિંગ પર જળાભિષેક કરશે. તેમણે જણાવ્યું હતું કે "મારો હેતુ માત્ર ભોળેના દર્શન માટે માટે નથી, સમાજમાં ભક્તિ અને સંસ્કાર જાગૃત કરવાનો છે મને ઉજવણી કે પ્રસિદ્ધિની આશા નથી, પણ ભગવાન શિવ માટે અર્પણભાવથી યાત્રા કરી છે."

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર