રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કસલપુરા: જર્જરિત ભવન કે શાળાનો અભાવ? બાળકો માટે મંદિરનો શેડ જ સહારો

કસલપુરા: જર્જરિત ભવન કે શાળાનો અભાવ? બાળકો માટે મંદિરનો શેડ જ સહારો

વર્ષ 2022 થી વિદ્યાર્થીઓને રૂમને બદલે અન્ય જગ્યાએ ભણવાનો વારો,નવી મંજૂર શાળાની ઈમારતનું કામ ક્યારે ?

બે પાળીમાં શિક્ષણથી બાળકોના ભણતર પર માઠી અસર, તાત્કાલિક બાંધકામ શરૂ કરવાની માંગ રાજ્ય સરકાર શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના દાવા કરે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કસલપુરા ગામની પ્રાથમિક શાળાની વાસ્તવિક સ્થિતિ આ દાવાઓ પર પ્રશ્નાર્થ ઊભો કરી રહી છે. વર્ષ 2022 માં મંજૂર થયેલી નવી શાળાની ઇમારતનું બાંધકામ ત્રણ વર્ષ બાદ પણ શરૂ ન થતાં વિદ્યાર્થીઓ આજે પણ પૂરતી સુવિધા વિના અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. કાંકરેજ તાલુકાના કસલપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધીના આશરે 110 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને નવી ઇમારત મંજૂર કરવામાં આવી હતી, પરંતુ તે સમયે શાળામાં મતદાન મથક હોવાથી બાંધકામ શરૂ થઈ શક્યું નહોતું. હવે મતદાન મથક ગામની આંગણવાડી ખાતે ખસેડવામા આવ્યું હોઈ સત્વરે કામ શરૂ કરવાની ગામલોકો માંગણી કરી રહ્યા છે.

વર્ગ ખંડો ન હોવાના કારણે શાળામાં શિક્ષણ કાર્ય બે પાળીમાં ચલાવવું પડી રહ્યું છે. એટલું જ નહીં, કેટલાક વિદ્યાર્થીઓને મંદિરના શેડમાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ માઠી અસર પડી રહી છે અને શિક્ષકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ નવી શાળાના બાંધકામ માટેની તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. છતાં તંત્રની ઢીલી કામગીરીના કારણે કામ શરૂ ન થતાં ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે.

 સરકારના શિક્ષણના દાવા પોકળ : ગ્રામજનોમાં રોષ

 ગ્રામજનોએ સરકાર અને સંબંધિત વિભાગને તાત્કાલિક મંજૂર થયેલી નવી શાળાનું બાંધકામ શરૂ કરી વિદ્યાર્થીઓને સુરક્ષિત, સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રોષ વ્યકત કરતા જણાવ્યું હતું  કે સરકારના શિક્ષણના દાવા માત્ર જાહેરાતોમાં નહીં, પરંતુ ગામડાના બાળકોના જીવનમાં પણ સાચા અર્થમાં દેખાવા જોઈએ.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર