શારજાહમાં પાકિસ્તાન અને યજમાન સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) વચ્ચે મેચ રમાઈ હતી. T20I ત્રિકોણીય શ્રેણીની આ 5મી મેચમાં, પાકિસ્તાને યુએઈને 31 રનથી હરાવીને T20I ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. પાકિસ્તાન તરફથી ફખર ઝમાને શાનદાર અડધી સદી ફટકારી હતી જ્યારે લેગ-સ્પિનર અબરાર અહેમદે તેની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે 9 રન આપીને ચાર વિકેટ લીધી હતી. આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા પાંચ વિકેટ ગુમાવીને ૧૭૧ રન બનાવ્યા હતા. જવાબમાં યુએઈની ટીમ ફક્ત ૧૪૦ રન જ બનાવી શકી હતી. યુએઈ તરફથી ઓપનર અલીશાન શરાફુએ ૫૧ બોલમાં સૌથી વધુ ૬૮ રન બનાવ્યા હતા. યુએઈ ભલે આ મેચ જીતી ન શક્યું હોય, પરંતુ ટીમના એક બોલરે નવો ઇતિહાસ રચ્યો હતો. યુએઈનો ફાસ્ટ બોલર જુનૈદ સિદ્દીકી પાકિસ્તાન સામે સૌથી મોંઘો બોલર સાબિત થયો. તેણે 4 ઓવરમાં 52 રન આપ્યા અને માત્ર 1 વિકેટ લીધી. આ રીતે જુનૈદ સિદ્દીકીએ ટી20આઈ ક્રિકેટમાં પોતાની 100 વિકેટ પૂર્ણ કરી. સિદ્દીકી ટી20આઈમાં 100 વિકેટ લેનાર યુએઈનો પ્રથમ બોલર બન્યો છે. તેની પહેલા યુએઈનો કોઈ પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યો ન હતો.
રમતગમત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
જુનૈદ સિદ્દીકી ટી20આઈ ક્રિકેટમાં 100 વિકેટ લેનાર યુએઈનો પ્રથમ બોલર બન્યો

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Cricket Milestone#T20I Tri-Series 2025#Sharjah Cricket Stadium#Junaid Siddiqui#UAE Cricket History#100 T20I Wickets#Pakistan vs UAE#UAE Sports Achievement#T20I Cricket Stats#Cricket Legends in Making#Fast Bowler Spotlight
સંબંધિત સમાચાર
રમતગમતક્રિકેટના મેદાન પર ખેલાડીને ગંભીર ઈજા, સ્ટ્રેચર પર સુવડાવી બહાર લઈ જવામાં આવ્યો
2 કલાક પહેલા
રમતગમતએશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ચમક્યું, જાપાનને હરાવીને ઇતિહાસ રચ્યો
4 કલાક પહેલા
રમતગમતIND vs SL ODI મેચનું સ્થળ બદલાયું, હવે પહેલી મેચ કયા શહેરમાં રમાશે?
19 કલાક પહેલા
રમતગમતકોહલી પાસે બાબર આઝમનું નંબર 1 સ્થાન મેળવવાની તક
1 દિવસ પહેલા
