રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સોશિયલ મીડિયા પર રાજ કરનારી ‘કોકરોચ જનતા પાર્ટી’નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક

મુંબઈ: CJIના કથિત વિરોધમાં બનીને સોશિયલ મીડિયા પર રાતોરાત કરોડો ફોલોઅર્સ મેળવનારી વર્ચ્યુઅલ પાર્ટી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) મુશ્કેલીમાં મુકાઈ છે. પાર્ટીએ આજે સવારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેનું મુખ્ય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે.

X (ટ્વિટર) પર પોસ્ટ કરીને આપી માહિતી

કોકરોચ જનતા પાર્ટી દ્વારા શનિવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, "પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે અને વહીવટી ટીમ હવે તેને એક્સેસ કરી શકતી નથી." જોકે, રાહતની વાત એ છે કે સામાન્ય યુઝર્સ હજુ પણ આ એકાઉન્ટ અને તેના પરની પોસ્ટ્સ જોઈ શકે છે, પરંતુ તેના પર કંટ્રોલ હેકર્સનો હોવાની આશંકા છે.

હેકિંગ વચ્ચે પણ ફોલોઅર્સનો નવો રેકોર્ડ

આ વિવાદ અને હેકિંગના સમાચારો વચ્ચે પણ કોકરોચ જનતા પાર્ટીની લોકપ્રિયતા સતત વધી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર CJP ના ફોલોઅર્સનો આંકડો હવે ૨ કરોડ ૧૭ લાખ (2.17 Crore) ને પાર પહોંચી ગયો છે. બીજી તરફ, માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર પણ પાર્ટીના ફોલોઅર્સની સંખ્યા શનિવારે સવારે ૯:૪૫ વાગ્યા સુધીમાં ૧ લાખ ૯૪ હજારથી વધુ થઈ ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે માત્ર ૬-૭ દિવસમાં કરોડો ડિજિટલ સમર્થકો મેળવનારી આ અનોખી પાર્ટી પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ક્યારે રિકવર કરી શકે છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર