રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : નર્મદાના નીર હવે બનાસકાંઠાના 46 તળાવોમાં ઠલવાશે

ભૂગર્ભ જળ સ્તર પણ ઊંચકવાની આશાએ ખેડૂતોમાં ખુશાલી
રાજ્ય સરકાર દ્વારા રૂ. 43 કરોડ રૂપિયાના ખર્ચે ચાંગા–દાંતીવાડા પાઇપલાઇન દ્વારા કુલ 46 તળાવો ભરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ડીસાના 29, કાંકરેજના 15 અને દાંતીવાડાના 2 તળાવોનો સમાવેશ થાય કરવામાં આવ્યો છે. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે..છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં પાણીના તળ સતત નીચે જઈ રહ્યા હતા, જેના કારણે ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે સરકાર દ્વારા તળાવો ઊંડા કરવાની અને પાઇપલાઇન મારફતે નર્મદાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ યોજના અમલમાં આવ્યા બાદ પાણીના તળ ઊંચા આવશે અને ખેતી તથા પશુપાલનને મોટો ફાયદો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોમાં આ નિર્ણયને લઈ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં પાણીના સ્તર દિવસેને દિવસે નીચે જઈ રહ્યા છે, જેને કારણે ખેડૂતો માટે ખેતી અને પશુપાલન કરવું મુશ્કેલ બન્યું છે.પરંતુ હવે રાજ્ય સરકારે 43 કરોડના ખર્ચે ચાંગા–દાંતીવાડા પાઇપલાઇન દ્વારા 46 તળાવો ભરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં ડીસાના 29, કાંકરેજના 15 અને દાંતીવાડાના 2 તળાવોનો સમાવેશ થાય છે. આ યોજનાથી માત્ર તળાવો જ નહીં ભરાય, પરંતુ આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર પણ ઊંચું આવશે, જે ખેડૂતો માટે જીવનદાયી સાબિત થશે.ખેડૂતોને આશા છે કે આ નિર્ણયથી ખેતીમાં રાહત મળશે અને પશુપાલન વ્યવસાયને પણ નવો આધાર મળશે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરીમાં ચોરીના બાઈક સાથે એક ઝડપાયો,એલસીબીની કોમ્બિંગ નાઈટ દરમિયાન કાર્યવાહી
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત વાવ થરાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતરોમાં ચિંતાના વાદળો
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળી બચાવવા સંઘર્ષ સમિતિ દ્વારા મંત્રીને આવેદનપત્ર આપ્યું
1 દિવસ પહેલા
બનાસકાંઠાઉદયપુર મેરેથોનમાં છવાઈ ડોકરા રનિંગ ક્લબ: ૩૦૦થી વધુ રનર્સના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું મેદાન!
1 દિવસ પહેલા
