રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
દિલ્હી એરપોર્ટ પર ખરાબ હવામાનની અસર : એરલાઇન્સે એલર્ટ જાહેર કર્યું

500 ફ્લાઇટ્સ મોડી; રાષ્ટ્રીય રાજધાનીમાં ભારે પવન અને વરસાદના કારણે અનેક ફ્લાઇટ્સના રૂટ બદલાયા : મુસાફરો અટવાયા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શુક્રવારે સવારે આવેલા ભારે પવન અને વરસાદના કારણે હવાઈ સેવા પર ગંભીર અસર પડી છે. ખરાબ હવામાનના કારણે દિલ્હી એરપોર્ટ પર ઉતરનારી ત્રણ ફ્લાઇટ્સના રૂટ બદલવાની ફરજ પડી હતી, જ્યારે 500થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું હતું કે, 1901 પછી મે મહિનામાં રાષ્ટ્રીય રાજધાનીમાં 24 કલાકમાં બીજી સૌથી વધુ વરસાદની ઘટના છે. એરપોર્ટનું સંચાલન કરતી કંપની દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ડાયલ)એ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ખરાબ હવામાનના કારણે કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. ડાયલે સવારે 7:25 વાગ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ભારે પવન અને વરસાદ હવે થંભી ગયો છે, પરંતુ પ્રતિકૂળ હવામાનના કારણે ફ્લાઇટ્સના સંચાલન પર થોડી અસર જોવા મળી રહી છે. એરલાઇન્સ દ્વારા મુસાફરોને તેમની ફ્લાઇટના સમય અંગે અપડેટ રહેવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#rainfall#flight delays#Weather Impact#Delhi Airport#India Meteorological Department#Strong Winds#Airlines Alert#Passenger Stranding#Aviation Disruptions#May Weather Events
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયદિવાળી પર દિલ્હી મેટ્રો રાત્રે 10 વાગ્યા સુધી દોડશે; DMRC એ એડવાઇઝરી જારી કરી, સમયમાં સુધારો કર્યો
9 કલાક પહેલા
રાષ્ટ્રીયSIR પ્રક્રિયા 7 રાજ્યોમાં લાગુ કરવામાં આવશે; ચૂંટણી પંચ મતદાર યાદીમાં સામેલ ન હોય તેવા મતદારોને બીજી તક આપશે
9 કલાક પહેલા
રાષ્ટ્રીયબોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા'ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
11 કલાક પહેલા
રાષ્ટ્રીયપટિયાલામાં કર્મભૂમિ એક્સપ્રેસના ચાર ડબ્બામાં ભીષણ આગ, મુસાફરોએ ટ્રેનમાંથી કૂદી પડ્યા
11 કલાક પહેલા
