રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
અરવલ્લી22 ઑગસ્ટ, 2026| Super Admin

વિજયનગરના પાલ હાથમતી નદી પટમાં ભક્તિભાવથી દશામાની પ્રતિમાઓનું વિસર્જન

વિજયનગરના પાલ હાથમતી નદી પટમાં ભક્તિભાવથી દશામાની પ્રતિમાઓનું વિસર્જન

અષાઢ વદ અમાસથી શરૂ થઈ શ્રાવણ સુદ દશમ સુધી ભક્તિસભર માહોલમાં ઉજવાતા  દશામાના ૧૦ દિવસીય પાવન વ્રતની ઠેર ઠેર પૂર્ણાહુતિ થઈ છે. 

પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે માઈભક્તોએ અષાઢ વદ અમાસના પવિત્ર દિવસે ઘરમાં માટીની મૂર્તિની સ્થાપના કરી હતી. દસ દિવસ સુધી કંકુ, અક્ષત, પુષ્પ, ધૂપ-દીપ અને નૈવેધ્ય સાથે નિયમિત પૂજા-અર્ચના, આરતી તેમજ વ્રત કથાનું શ્રવણ કર્યા બાદ વિજયનગર તાલુકાના પાલ સ્થિત હાથમતી નદીના પટમાં માં દશામાની પ્રતિમાઓનું ભાવપૂર્ણ વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક પ્રસંગે પાલ, દઢવાવ, ચીતરીયા, મોતપુરા, આમોદરા, કોડીયાવાડા, બાલેટા, ગાડી, વાકડા, સામૈયા તેમજ પીપલોટી સહિતના આસપાસના ૧૫થી વધુ ગામોમાંથી હજારો શ્રદ્ધાળુઓ ડીજેના તાલે ગરબે ઘૂમતા અને જયઘોષ સાથે હાથમતી નદીના કિનારે પહોંચ્યા હતા. નદી તટે સૌ ભક્તોએ એકત્ર થઈ માતાજીની અંતિમ મંગળા આરતી ઉતારી હતી. અને આવતા વર્ષે વહેલા પધારવાના ભાવ સાથે ભીની આંખે મૂર્તિઓનું પવિત્ર જળમાં વિસર્જન કર્યું હતું, જેના પગલે સમગ્ર નદી પરિસર "જય દશામા"ના નારાઓથી ગૂંજી ઊઠ્યું હતું

સંબંધિત સમાચાર