રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય29 નવેમ્બર, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

આઈએમએફ દ્વારા ભારતના આઉટલુક અંગે ચેતવણીભર્યો અંદાજ…!!


આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)એ ભારત અંગે નવો અને વધુ સાવચેત અંદાજ રજૂ કર્યો છે. આઈએમએફ ની તાજેતરની સ્ટાફ કન્સલ્ટેશન રિપોર્ટ અનુસાર ભારત હવે નાણાકીય વર્ષ ૨૦૨૭ને બદલે નાણાકીય વર્ષ ૨૦૨૯માં ૫ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બને તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ અંદાજ પહેલાંના મૂલ્યાંકન કરતાં એક વર્ષનો વિલંબ દર્શાવે છે, જેનું મુખ્ય કારણ જીડીપી વૃદ્ધિમાં ધીમો પડકાર અને રૂપીમાં નોંધપાત્ર નબળાઈ છે. આઈએમએફનું માનવું છે કે ભારતીય અર્થતંત્ર ઝડપથી વિકસતું હોવા છતાં વિનિમય દરમાં ઉછાળો સમગ્ર આર્થિક મૂલ્યને ડોલર ટર્મ્સમાં દબાવી રહ્યો છે.

રિપોર્ટ મુજબ ભારત નાણાકીય વર્ષ ૨૦૨૬માં ૪ ટ્રિલિયન ડોલરનો આંકડો પાર કરી દેશે. પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૮ માટે જીડીપીનું નવું અનુમાન હવે ૪.૯૬ ટ્રિલિયન ડોલર છે, જે પહેલાંના ૫.૧૫ ટ્રિલિયન ડોલરના અંદાજ કરતાં લગભગ ૨૦૦ અબજ ડોલર ઓછું છે. વધુમાં, ૨૦૨૩માં આઈએમએફએ નાણાકીય ૨૦૨૮ માટે ૫.૯૬ ટ્રિલિયન ડોલરનો અંદાજ મૂક્યો હતો, એટલે કે બે વર્ષમાં કુલ અડધા ટ્રિલિયન ડોલરનું રિવિઝન-ડાઉન જોવા મળ્યું છે.

આઈએમએફનું કહેવું છે કે રૂપીનું અવમૂલ્યન જીડીપીના ડોલર મૂલ્ય પર સૌથી વધુ અસર કરી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૬માં રૂપી ૮૭ ડોલર અને નાણાકીય વર્ષ ૨૦૨૭માં ૮૭.૭ સુધી નબળી પડી શકે છે, એવો અંદાજ છે. એ ઉપરાંત આઈએમએફએ નોમિનલ જીડીપી વૃદ્ધિના અંદાજો પણ ઘટાડ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ૧૧%ના અગાઉના અનુમાનની સામે હવે માત્ર ૮.૫% વૃદ્ધિની ધારણા રાખવામાં આવી છે. આઈએમએફના આ નવીન અંદાજો સૂચવે છે કે ભારતીય અર્થતંત્ર મજબૂત હોવા છતાં વૈશ્વિક પરિબળો અને કરન્સી દબાણ ડોલર – ટર્મ્સમાં વિકાસના માર્ગને ધીમો બનાવી રહ્યા છે.



Source link

સંબંધિત સમાચાર