રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
સાબરકાંઠા9 જૂન, 2026| Super Admin

બાગાયતી ખેતીનો દબદબો: સાબરકાંઠાના ખેડૂતોના ખાતામાં ₹૭૪.૪૦ કરોડ જમા

બાગાયતી ખેતીનો દબદબો: સાબરકાંઠાના ખેડૂતોના ખાતામાં ₹૭૪.૪૦ કરોડ જમા

૧૨ વર્ષના જનસેવા શાસનમાં સાબરકાંઠાના ધરતીપુત્રો બન્યા ‘સ્માર્ટ ફાર્મર’: પરંપરાગત ખેતીથી આગળ વધી આધુનિક પદ્ધતિ અપનાવી

ઓછા ખર્ચે અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવતી કેન્દ્ર અને રાજ્ય સરકારની પહેલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જનસેવા અને વિકાસના સફળતાપૂર્વક પૂર્ણ થયેલા ૧૨ વર્ષના શાસન દરમિયાન સાબરકાંઠા જિલ્લાના કૃષિ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓના પરિણામે છેલ્લા ત્રણ વર્ષમાં ૨૧,૦૦૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતોને વિવિધ સહાય પેટે કુલ રૂ. ૭૪.૪૦ કરોડથી વધુની માતબર રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે. આ આર્થિક પીઠબળના કારણે જિલ્લાના ધરતીપુત્રો પરંપરાગત ખેતીનો માર્ગ છોડીને આધુનિક ટેકનોલોજી અને સ્માર્ટ ફાર્મિંગ તરફ મક્કમ ડગ માંડી રહ્યા છે, જે તેમના આર્થિક ઉત્થાનમાં પાયાનું પરિબળ સાબિત થયું છે.

સરકાર દ્વારા ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવાના ઉમદા હેતુથી બાગાયતી પાકો માટે ૫૦ ટકાથી લઈને ૯૦ ટકા સુધીની માતબર સબસિડી આપવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને અત્યંત પારદર્શક બનાવવા માટે ‘આઈ-ખેડૂત’ (i-Khedut) પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજીઓની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી છેવાડાના ખેડૂતો પણ ઘરબેઠા યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. મોંઘા બાગાયતી પાકોની ખેતી માટે જરૂરી મોટા મૂડીરોકાણમાં સરકાર સહભાગી બનતા ખેડૂતો દેવાના બોજમાંથી મુક્ત થયા છે. જિલ્લામાં ટીશ્યુ કલ્ચર, પપૈયા, કેળા, ડ્રેગન ફ્રૂટ તેમજ મસાલા અને ઔષધિય પાકોના વાવેતરમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

ટેકનોલોજીના સમન્વયથી કૃષિ ઉત્પાદન અને ગુણવત્તા વધારવા માટે સાબરકાંઠાના ખેડૂતોએ ગ્રીન હાઉસ અને મલ્ચિંગ ટેકનોલોજી જેવા અદ્યતન માળખાઓ ઊભા કર્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ ક્ષેત્રે ખેડૂતોને રૂ. ૬.૩૨ કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે, જેનાથી તેમના પાક હવે વૈશ્વિક બજારના માપદંડોને સંતોષી રહ્યા છે. આ ઉપરાંત, ખેતીમાં શારીરિક શ્રમ ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા માટે ફાર્મ મિકેનાઇઝેશન ઘટક હેઠળ અદ્યતન સાધનો અને માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે ખેડૂતોને રૂ. ૧૦.૧૮ કરોડની સહાય આપવામાં આવી છે. આ આધુનિકીકરણને કારણે જિલ્લાના હજારો ખેડૂત પરિવારો આર્થિક રીતે સ્વાવલંબી બન્યા છે.

સાબરકાંઠા જિલ્લો શાકભાજીના ઉત્પાદનમાં એક મુખ્ય હબ તરીકે ઉભરી આવ્યો છે, જ્યાંથી મોટા પ્રમાણમાં શાકભાજી અન્ય રાજ્યોમાં પણ નિકાસ કરવામાં આવે છે. શાકભાજીના પાકોને પ્રોત્સાહન આપવા માટે જિલ્લાના ખેડૂતોને રૂ. ૭.૬૬ કરોડની વિશેષ સહાય આપવામાં આવી છે. સૂક્ષ્મ પિયત પદ્ધતિ અને નેટ હાઉસ જેવા આધુનિક પ્રકલ્પોના કારણે ખેડૂતો હવે ઓછા ખર્ચે વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવતા થયા છે. વડાપ્રધાનના ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત@૨૦૪૭’ ના સંકલ્પને સાકાર કરવામાં સાબરકાંઠાના આ સક્ષમ ધરતીપુત્રો પોતાની મહેનત અને સરકારી સહાયના સમન્વયથી અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.

સંબંધિત સમાચાર