રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

હિલ સ્ટેશન માઉન્ટ આબુ ગુજરાતી પર્યટકોથી ઉભરાયું : કાળઝાળ ગરમીથી બચવા પર્યટકોનો ઘસારો

હિલ સ્ટેશન માઉન્ટ આબુ ગુજરાતી પર્યટકોથી ઉભરાયું : કાળઝાળ ગરમીથી બચવા પર્યટકોનો ઘસારો

દિવસનું તાપમાન ૩૬ અને સાંજે તાપમાન ૨૪ રહ્યું

દેશભરમાં ગરમીનો પારો આસમાને છે ત્યારે ગુજરાતીઓપણ અતિ ગરમીનો સામનો કરી રહ્યા છે .૪૧ થી ૪૫ ડિગ્રી તાપમાન વચ્ચે શહેરોમાં જાણે કરફ્યુ લાગી જાય છે ત્યારે ઠંડકનો અહેસાસ કરવા ગુજરાતના પર્યટકોનું નજીક આવેલ પ્રસિદ્ધ પર્યટક સ્થળ આબુરાજ આજે રવિવાર રજા હોવાથી પર્યટકોથી ઉભરાઇ ઉઠ્યું હતું. બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર વેકેશન ચાલુ થવાથી નાના બાળકો પોતાના માતાપિતાની આંગળી પકડી અહીના નક્કી લેક પીસફુલ ગાર્ડન - બજારો તથા ગુરૂ શિખર પર ભારે સંખ્યામાં જોવા મળ્યા. બ્રહ્માકુમારીઝના જ્ઞાન સરોવર ખાતે દેશભરના પત્રકારોનું સંમેલન પણ ચાલી રહેલ છે જેમને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર અધ્યાત્મ ગાર્ડન પીસપાર્ક ખાતે કુદરતના સાનિધ્યમાં તન અને મનની તંદુરસ્તી માટે રાજયોગાની તપસ્યા - વિવિધ રમતો તથા પોતાના વ્યવસાયથી મુક્ત સકારાત્મક સશક્ત અને શાંતિનો અનુભવ કરેલ.

અતિ ગરમીમાં અતિ ઠંડા પવનો આહલાદાયક વાતાવરણ કુદરતી સૌંદર્ય પર્યટકોને શારીરીક માનસીક ઠંડક અને કામકાજનો થાક ઉતારી રહેલ છે ત્યારે ખરેખર ગુજરાતને અડીને આવેલ આબુરાજ ગરમીમાં પણ શીતળતાનો અનુભવ વિશાળ સંખ્યામાં આવેલ પર્યટકોને કરાવી રહેલ છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર