રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, મુંબઈમાં પાણી ભરાયા, રેલ વ્યવહાર ઠપ્પ

મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, મુંબઈમાં પાણી ભરાયા, રેલ વ્યવહાર ઠપ્પ

મહારાષ્ટ્રમાં ચોમાસાની અસર અનુભવાવા લાગી છે. ગઈકાલ રાતથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં ૧૯૦ મીમી વરસાદ પડી ચૂક્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના મુંબઈ પ્રાદેશિક કેન્દ્રે બુધવારે વહેલી સવારે મુંબઈ અને પાલઘર માટે રેડ એલર્ટ જારી કર્યું હતું. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે મુંબઈ ઠપ્પ થઈ ગયું છે. હિંદમાતા, માટુંગા, કુર્લા અને અંધેરી સહિત અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

દરમિયાન, આજે જારી કરાયેલી ચેતવણીમાં જણાવાયું છે કે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વીજળી, વાવાઝોડા અને ભારે વરસાદની સંભાવના છે. મુંબઈ સ્થિત ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે 40-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર