રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ29 જુલાઈ, 2026| Super Admin

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિભાવ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિભાવ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

શહેરના પંચમુખી હનુમાન મંદિરથી લઈ શંખેશ્વર જૈન તીર્થ સહિત વિવિધ ગુરૂ આશ્રમોમાં ભકતોએ ગુરુ પૂજન કરી આશીર્વાદ મેળવ્યાં

તા. 29 જુલાઈના રોજ પવિત્ર ગુરુપૂર્ણિમાના મહાપર્વની પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પરંપરાગત શ્રદ્ધા અને ઉત્સાહસભર માહોલમાં ગુરુ મંદિરો અને આશ્રમોમાં વિવિધ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

86.jpg 174.4 KB
ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શ્રદ્ધાળુઓ અને વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સુકતા જોવા મળી હતી. પાટણ શહેરની ગુરુગાદી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે પ. પૂ. બ્રહ્મલીન શ્રી નર્મદાગીરી મહારાજની સમાધિના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી  મંદિર પરિસરને વિશેષ ફૂલોથી શણગારી મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત શહેરની વિવિધ સરકારી સંસ્થાઓ તથા શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ પૂજનના વિશેષ કાર્યક્રમો યોજાયા હતા.

શંખેશ્વર જૈન તીર્થ ખાતે મુનિરાજશ્રીના દર્શનાર્થે પણ વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.  જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે નોરતા ખાતે સંતપ.પૂ.દોલતરામ મહારાજ આશ્રમ ખાતે ગુરુ દર્શન,વાગડોદ નકલંગધામ અને ચવેલીધામ શ્રીરામ અખાડા આશ્રમ ખાતે ગુરુવંદના, બાલીસણા નિષ્કલંકી નારાયણ ધામ, સિધ્ધનાથ મહાદેવ પાટણ, પાઠક સાહેબની જગ્યા, હનુમાન મંદિર કણી, અવિચલધામ ત્રિમંદિર બાલીસણા, 64 માતાનું મંદિર, નરભેરામ આશ્રમ, ડેર, જસરાજ મંદિર ગોલીવાડા, પાળેશ્વર મહાદેવ મંદિર અઘાર  અને પાંચ પીપળ ધામ ખાતે આરતી અને ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

શહેરમાં ઠાકોર સમાજ દ્વારા ત્રણ રસ્તા પાસે સંત સદારામ બાપાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. જ્યારે સિદ્ધપુરમાં કબીર મંદિર ખાતે મહારાજના આશીર્વાદ મેળવવા ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ હતું. આમ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ગુરૂ ભકતો દ્વારા ભવ્ય ઉજવણી કરી ગુરૂના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

ટેગ્સ:#patan#Guru Purnima

સંબંધિત સમાચાર