રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સોનાના ભાવે ફરી ૧ લાખની સપાટી વટાવી

સોનાના ભાવે ફરી ૧ લાખની સપાટી વટાવી
આજે ૯૦૦ રૂા.નો ઉછાળો : સોનુ ૧૦ ગ્રામનો ભાવ વધીને ૧,૦૦,ર૦૦ રૂા. થયા : ચાંદીના ભાવ સ્‍થિર બુલીયન માર્કેટમાં સોનામાં તેજીનો દોર યથાવત રહયો છે. આજે વધુ ૯૦૦ રૂપીયાનો ઉછાળો થતા સોનાના ભાવે ફરી ૧ લાખની સપાટી વટાવી છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં આજે સોનામાં વધુ ૯૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૯૯,૩૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧,૦૦,ર૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. સોનાના બિસ્‍કીટમાં ૯૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૯,૯૩,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૦,૦ર,૦૦૦ રૂપીયા થયા હતા. છેલ્લા બે દિવસમાં સોનામાં ૧૬૦૦ રૂપીયાનો  ભાવવધારો થયો છે. બે દિ' પહેલા સોનાના ભાવ ૯૮,૬૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૦૦,ર૦૦ રૂા. થયા છે. જો કે ચાંદીના ભાવમાં કોઇ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૦૯,૦૦૦ રૂા.ની સપાટીએ સ્‍થિર હતા.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર