રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 જૂન, 2025| Super Admin

ડીસા તાલુકાના આસેડા ગામના રત્ન કલાકારનું હાર્ટ એટેકથી નિધન

ડીસા તાલુકાના આસેડા ગામના રત્ન કલાકારનું હાર્ટ એટેકથી નિધન
કોરોના રસી બાદ યુવાનોમાં હૃદય રોગનો વધતો વ્યાપ ચિંતાનો વિષય ડીસા તાલુકાના આસેડા ગામમાં હીરા ઘસવાનો વ્યવસાય કરતા રત્ન કલાકાર અભુજી ગંભીરજી બુકોલીયા  (રહે. આસેડા) નું આજે બપોરે હાર્ટ એટેકથી કરુણ નિધન થયું છે. તેઓ આસેડા ગામમાં આવેલી હીરાની ઘંટી પર રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. આજે બપોરે તેઓ ઘંટી પર હીરા ઘસી રહ્યા હતા તે દરમિયાન તેમને અચાનક હાર્ટ એટેક આવતા ત્યાં જ ઢળી પડ્યા હતા. બાજુમાં બેઠેલા અન્ય કારીગરો આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા હતા. તાત્કાલિક તેમને આસેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અભુજીના નિધનથી તેમના મિત્ર વર્તુળ, પરિવારજનો અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અભુજીના નિધન સાથે જ ફરી એકવાર યુવાનોમાં વધતા હૃદય રોગના કિસ્સાઓ ચર્ચાનો વિષય બન્યા છે. સામાન્ય રીતે એવી ફરિયાદો વધી રહી છે કે કોરોનાની રસી લીધા બાદ નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના બનાવોનું પ્રમાણ વધ્યું છે. હાલમાં નાની ઉંમરના લોકો, જેઓ નિયમિત યોગ કે કસરત કરતા હોય અથવા તો રમતવીરો હોય, તેઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા હોવાના કિસ્સાઓ અવારનવાર જોવા મળી રહ્યા છે. એક અત્યંત ચિંતાજનક અને ગંભીર વિષય છે જેના પર ત્વરિત ધ્યાન આપવું અનિવાર્ય છે.

સંબંધિત સમાચાર