રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રમતગમત · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી, પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી, પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

(જી.એન.એસ) તા. 24

નવી દિલ્હી,

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી બાદ, ગંભીરે બુધવારે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનના SHO અને સેન્ટ્રલ દિલ્હીના DCPના જણાવ્યા અનુસાર, ગંભીરે ઔપચારિક રીતે FIR નોંધવાની વિનંતી કરી હતી.

આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગંગૌતમ ભીરને 22 એપ્રિલના રોજ બે ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. એક ઈમેલ બપોરે અને બીજો સાંજે આવ્યો હતો. બંને પર ‘આઇ કીલ યુ’ મેસેજ લખેલો હતો. આ પહેલીવાર નથી જ્યારે ગંભીરને આવી ધમકીઓનો સામનો કરવો પડ્યો હોય. નવેમ્બર 2021માં સાંસદ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પણ આવો જ ઈમેલ મળ્યો હતો.

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી બાબતે દિલ્હી પોલીસે કહ્યું કે, ‘અમને એક ઈમેલ વિશે માહિતી મળી છે , જેમાં ગૌતમ ગંભીરને ધમકી આપવામાં આવી છે. અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. ગંભીર પહેલાથી જ દિલ્હી પોલીસની સુરક્ષામાં છે. અમે તેમની સુરક્ષા સંબંધિત ચોક્કસ માહિતી જાહેર કરી શકતા નથી.’

ગૌતમ ગંભીરે મંગળવારે X પર પહલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી. ગંભીરે X પર લખ્યું હતું – ‘માર્યા ગયેલા લોકોના પરિવારો માટે પ્રાર્થના. આ માટે જવાબદાર લોકોને તેની કિંમત ચૂકવવી પડશે. ભારત જવાબ આપશે.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર