ઓમાનના અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અંડર-19 એશિયા કપ 2026માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન લક્ષ્ય રાજ ચંદાનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 46.3 ઓવરમાં 208 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારત તરફથી અર્જુન રાજપૂતે શાનદાર સદી ફટકારી હતી. તે 107 રનની શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો. તેણે 11 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય અન્ય ભારતીય બેટ્સમેન આ મેચમાં કંઈ ખાસ કરી શક્યા ન હતા.
ભારતનું નેતૃત્વ લક્ષ્ય રાયચંદાની કરી રહ્યા છે, જેમણે પહેલી મેચમાં નેપાળને 10 વિકેટથી હરાવ્યું હતું. ઇશાન સૂદ અને અર્જુન રાજપૂતે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે આર્યવીર સેહવાગ અને કેપ્ટન રાયચંદાનીએ અણનમ અડધી સદી ફટકારી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાનનું નેતૃત્વ ફરહાન યુસુફ કરી રહ્યા છે. પાકિસ્તાને ગયા એશિયા કપ ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું, તેથી આ વખતે ભારતીય ટીમ પાસે તે હારનો બદલો લેવાની શાનદાર તક છે. બંને ટીમો તેમની પાછલી મેચોમાં વિજય મેળવી રહી છે. આજે જે પણ ટીમ જીતશે તે પોઈન્ટ ટેબલના ટોચના બેમાં સ્થાન મેળવશે અને સેમિફાઇનલ તરફ મજબૂત પગલું ભરશે.





