રાજકોટ શહેરના જંગ્લેશ્વર વિસ્તારમાં રહેતી એક 15 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ (ગેંગ રેપ) આચરવામાં આવ્યો હોવાની સનસનીખેજ ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી ગઈ છે. આરોપીઓએ સગીરાને છરીની અણીએ ડરાવી-ધમકાવીને પોતાના ઘરે, હોટલમાં અને ચાલતી કારમાં ગોંધી રાખીને વારાફરતી બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ, ભોગ બનનાર સગીરાને તેની એક બહેનપણીએ થોડા સમય પહેલા એક મોબાઈલ ફોન આપ્યો હતો. આ ફોનમાં અગાઉથી જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન હતું. સગીરાએ આ એકાઉન્ટ પરથી 'ડેવિલ' નામના એક યુઝર સાથે વાતચીત શરૂ કરી હતી. પહેલા મિત્રતા અને બાદમાં પ્રેમની જાળમાં ફસાવીને આરોપીઓએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. 'ડેવિલ' સાથે સંપર્ક થયા બાદ સગીરા અન્ય આરોપીઓના સંપર્કમાં પણ આવી હતી. સગીરાએ આપેલા નિવેદન અનુસાર, કુલ સાત શખ્સોએ અલગ-અલગ જગ્યાએ તેની પર અત્યાચાર ગુજાર્યો હતો. આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે પીડિત સગીરાના પિતાની ફરિયાદના આધારે સાત પુરુષો અને મદદગારી કરનાર એક સગીરા સહિત કુલ 8 લોકો સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ અને અટકાયતની તજવીજ હાથ ધરી છે.
રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડશિપ બાદ સગીરા પર ગેંગરેપ: છરીની અણીએ 7 શખ્સોએ આચર્યું દુષ્કર્મ

સંબંધિત સમાચાર
ગુજરાતસુરતમાં યુવા ભાજપ નેતાની ક્રૂર હત્યા
3 અઠવાડિયા પહેલા
ગુજરાતગુજરાતમાં ઈંધણના ભાવમાં મોટો ઉછાળો: પેટ્રોલમાં ₹2.99 અને ડીઝલમાં ₹3.09નો વધારો, અનેક પંપો બંધ
4 અઠવાડિયા પહેલા
ગુજરાતગુજરાતમાં 17 મેથી સ્વ-ગણતરી શરૂ થશે, 1 જૂનથી ઘરગથ્થુ ગણતરી; 33 પ્રશ્નો પૂછવામાં આવશે
1 મહિના પહેલા
ગુજરાતપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 'સોમનાથ અમૃત મહોત્સવ'માં હાજરી આપશે, વડોદરામાં છાત્રાલયનું ઉદ્ઘાટન કરશે
1 મહિના પહેલા
