રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કાગળ પર ‘ભોજન’ અને ગજવામાં ‘રોકડ’! મહેસાણાની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનના નામે ઉઘાડી લૂંટ

કાગળ પર ‘ભોજન’ અને ગજવામાં ‘રોકડ’! મહેસાણાની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનના નામે ઉઘાડી લૂંટ

વિજાપુર તાલુકાની ૧૧ શાળાઓને મામલતદારે નોટિસ આપી હતી

સરકાર દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી 'મધ્યાહન ભોજન યોજના' ચલાવવામાં આવે છે. પરંતુ, મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં આ યોજનાના અમલીકરણમાં મોટી બેદરકારી અને ગેરરીતિ સામે આવી છે. તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ગેરરીતિ જણાતા વિજાપુર તાલુકાની ૧૧ જેટલી પ્રાથમિક શાળાઓને કડક નોટિસ ફટકારવામાં આવી હતી. જેનો ખુલાસો થતાં મધ્યાહન ભોજનમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ થયો છે.

સંબંધિત અધિકારીઓ દ્વારા વિજાપુર તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોની સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. બાળકોની વાસ્તવિક હાજરી અને કાગળ પર નોંધાયેલી હાજરીમાં તફાવત જવાબદાર કારણ ઠેરવી આ ગંભીર બેદરકારીને પગલે, તંત્ર દ્વારા ૧૧ શાળાઓના મધ્યાહન ભોજન સંચાલકો અને જવાબદાર વ્યક્તિઓને નોટિસ પાઠવીને તાત્કાલિક ખુલાસો માંગવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો આ શાળાઓ દ્વારા સંતોષકારક ખુલાસો આપવામાં નહીં આવે, તો જવાબદારો સામે કડક શિક્ષાત્મક પગલાં અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વહીવટી તંત્રની આ લાલ આંખથી વિજાપુર તાલુકાના અન્ય મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આ કાર્યવાહી એ સુનિશ્ચિત કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે કે સરકારી યોજનાનો લાભ તેના સાચા હકદાર એટલે કે શાળાના બાળકો સુધી યોગ્ય ગુણવત્તા સાથે પહોંચે.

પ્રાથમિક શાળાઓમાં પીએમ પોષણ યોજના અંતર્ગત ભોજન લઈ રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ખોટી બતાવીને આચરવામાં આવેલા કૌભાંડ મામલે વિજાપુર મામલતદારે એક મહિના પૂર્વે ૬ શાળાઓના મધ્યાહન ભોજનના સંચાલકોને નોટિસ આપી હતી. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શાળામાં ભોજન લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધારે સંખ્યા બતાવી સુવ્યવસ્થિત રીતે શાળા સંચાલકો દ્વારા ચલાવાતાં કૌભાંડ મામલે બે મહિના પૂર્વે વિજાપુર મામલતદારે ૧૧ શાળાના આચાર્યોને નોટિસ આપી હતી. જેમાં તેમણે મામલતદાર સમક્ષ જે-તે મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની વર્ધી બુક અને પીએમપી પોર્ટલ મોબાઇલ એપ્લિકેશન પર વર્ગ શિક્ષક દ્વારા અપલોડ કરાતી વિદ્યાર્થીઓની સંખ્યાના પત્રકો રજૂ કરાયા હતા. જેમાં ૬ પ્રાથમિક શાળામાં ભોજન લેતા બાળકોની સંખ્યા વધુ દર્શાવાઇ હોવાનું બહાર આવ્યું હતું.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Mamlatdar#Mehsana City

સંબંધિત સમાચાર