રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

રાનેર ગામે શેરડીના ખેતરમાં આગ ભભૂકી : અંદાજે 2.50 લાખનું નુકસાન

રાનેર ગામે શેરડીના ખેતરમાં આગ ભભૂકી : અંદાજે 2.50 લાખનું નુકસાન

કાંકરેજ તાલુકાના રાનેર ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ખેતરની એક એકર જમીનમાં પ્રાકૃતિક શેરડીની ખેતી કરેલ હતી. જેમાં કોઇ કારણો સર આગ લાગતા શેરડીનો પાક બળીને ખાખ થઇ ગયો હતો.  રાનેર ગામના દિલીપકુમાર બાબુલાલ બારોટ જેઓ પોતાના ખેતરમા  પ્રાકૃતિક ખેતી કરે છે અને તેઓ બનાસકાંઠા જિલ્લાના પ્રકૃતિક ખેતીના જિલ્લા અધ્યક્ષની જવાબદારી નિભાવે છે. રવિવારના રોજ સાંજે આશરે 6:30 કલાકે આજુબાજુ શેરડીના તૈયાર થયેલ પાકમા અચાનક કોઇ કારણોસર આગ લાગી હતી.જેમાં તૈયાર થયેલ શેરડી બળીને ખાખ થઇ ગઇ હતી. જેની જાણ ખેડૂતને થતા દિલિપભાઈ બારોટે ખેતરમા આવી આગ બુઝાવવા માટે મહેનત કરી પરંતુ આગે ભયકંર સ્વરૂપ લેતા આગ આખા ખેતરમા ફેલાઈ ગઇ હતી.જેમાં શેરડીનો પાક તૈયાર થયેલ હોવાથી શેરડીની પણસ સૂકી હોઈ આગ સમગ્ર એક એકર ખેતરમા ફેલાઈ જતા પાક બળી ગયો હતો. જેમાં આગ બુઝવવા માટે કોઇ સાધન સામગ્રી ના હોવાથી ખેડૂતને 2.50 લાખનુ નુકસાન થવા પામ્યું હતું. સદનસીબે આગ હળવી થતા બાજુમા ઉભેલા મગના પાકને નુકશાન થયું નહતું.    

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર