રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ13 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણના મોટી ભાટીયાવાડ વિસ્તારમાં દુષિત અને દુર્ગંધ વાળું પાણી આવતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત

પાટણના મોટી ભાટીયાવાડ વિસ્તારમાં દુષિત અને દુર્ગંધ વાળું પાણી આવતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત
પાલિકા સત્તાધીશોનું ધ્યાન દોરવા છતાં આ પરિસ્થિતિ નું નિરાકરણ નહિ લવાતાં લોકોમાં રોષ; પાટણ શહેરના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પાટણ નગરપાલિકા દ્વારા અપાતા પાણી પુરવઠો દુષિત અને દુર્ગંધ યુક્ત આવતું હોવાની બુમરાડ ઉઠવા પામી છે આ દૂષિત પાણી મામલે વિસ્તારના રહીશો દ્વારા કોર્પોરેટરો સહિત પાલિકા સત્તાધીશોનું અનેક વખત ધ્યાન દોરવા છતાં આજદિન સુધી આ સમસ્યા નું નિરાકરણ નહિ લવાતાં લોકોમાં રોગચાળો ફાટી નિકળવાની દહેશત જોવા મળી છે. પાટણ શહેરના મોટી ભાટિયાડ વિસ્તારમાં પણ છેલ્લા ધણા સમયથી ડહોળુ અને દુષિત દુર્ગંધ યુક્ત પાણીની સમસ્યાને લઈને વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વિસ્તારના નગરસેવકો દ્વારા પણ આ દૂષિત પાણી મામલે પાલિકાના સત્તાધીશોનું અનેક વખત ધ્યાન દોરવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા સત્તાધીશો દ્વારા આ દુષિત પાણીની સમસ્યા હલ કરવામાં અસમથૅ બનતાં લોકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. પાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવતા દુષિત અને દુર્ગંધ યુક્ત પાણીના નિરાકરણ માટે નકકર કામગીરી હાથ ધરે તેવી  માંગ પ્રબળ બનવા પામી છે.

સંબંધિત સમાચાર