રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
બનાસકાંઠા6 ઑગસ્ટ, 2025| Super Admin

અમીરગઢમાં ખાતરના ભાવ વધારો પાછો ખેંચવા અને બનાસ નદીમાં ખનન રોકવા ખેડૂતો દ્વારા આવેદનપત્ર

અમીરગઢમાં ખાતરના ભાવ વધારો પાછો ખેંચવા અને બનાસ નદીમાં ખનન રોકવા ખેડૂતો દ્વારા આવેદનપત્ર

ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ અમીરગઢ ખાતે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતો એ ખાતર ના ભાવ વધારા તથા કુદરતી આફત થી થયેલ પાક ના નુકસાન ના સર્વે તથા બનાસ નદી માંથી થતા ખનન ને રોકવા માટે મામલતદાર ને રજુઆત કરી હતી. તાજેતરમાં આવેલી કુદરતી આફતને કારણે ઉનાળુ મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો હતો. આ નુકસાનના વળતર માટે ખેડૂતોએ પહેલા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પરંતુ કોઈ ઉકેલ ન આવતા ખેડૂતો "જય જવાન જય કિસાન"ના નારા સાથે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ખેડૂતોની મુખ્ય માગણીઓમાં ખાતરના ભાવમાં થયેલા ૨૦૦થી ૩૦૦ રૂપિયાના વધારાને પાછો ખેંચવાની માગ સામેલ છે. આ વિસ્તારમાં બટાકા જેવા પાકો માટે મોટા પ્રમાણમાં ખાતરની જરૂર પડે છે. વધેલા ભાવે ખાતર ખરીદવું ખેડૂતો માટે પોષાય તેમ નથી. ઉપરાંત, ખેડૂતોએ ટોલ ટેક્સમાં રાહત આપવાની માગણી કરી છે. તેમની માગ છે કે કેટલાક કિલોમીટરની મર્યાદામાં આવતા ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે. બનાસ નદીમાં થતું અનધિકૃત ખનન રોકવા અને છેલ્લા નવ વર્ષથી પેન્ડિંગ હજારો અરજીઓનો રી-સર્વે કરાવવા જેવી માગણીઓ પણ કરવામાં આવી છે.ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

સંબંધિત સમાચાર