રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા7 જૂન, 2025| Super Admin

સુઈગામ કેનાલનું અધૂરું કામ પૂર્ણ કરવા 22 ગામના ખેડૂતોની માંગણી

સુઈગામ કેનાલનું અધૂરું કામ પૂર્ણ કરવા 22 ગામના ખેડૂતોની માંગણી

બનાસકાંઠા જિલ્લાના વાવ અને સુઈગામ તાલુકાના 22 ગામોના ખેડૂતોએ થરાદ નર્મદા નિગમ કચેરી ખાતે રજૂઆત કરી હતી. ખેડૂતોની મુખ્ય માગણી સુઈગામ કેનાલનું અધૂરું કામ ઝડપથી પૂર્ણ કરવાની છે. નર્મદાની મુખ્ય કેનાલમાંથી નીકળતી માઈનોર કેનાલોની કામગીરી હાલ બંધ છે. જે કામગીરી ચાલુ છે તે ધીમી ગતિએ આગળ વધી રહી છે. આના કારણે 22 ગામોના ખેડૂતોને ખેતી માટે સમયસર પાણી મળતું નથી.વાવ તાલુકાના દેવપુરા, ભડવેલ, ધરાદરા, દેથળી, જાનાવાડા, ભાણખોળ, સવપુરા, વાછરડા, રામપુરા, બાઇસરા અને ઈશ્વરીયા ગામો અસરગ્રસ્ત છે. સુઈગામ તાલુકાના ખડોલ, કુંભારખા, સેડવ, બેણપ, સુઈગામ, દુધવા, મસાલી, લીંબુણી, માધપુરા, મેઘપુરા અને જલોયા ગામો પણ પ્રભાવિત છે.ખેડૂતોએ નર્મદા નિગમના મુખ્ય અધિકારી હર્ષદ રાઠોડને મૌખિક રજૂઆત કરી હતી. તેમની માગણીઓમાં સમયસર પાણી છોડવું, ભારતમાળા રોડ નીચેથી માઈનોર કેનાલ પસાર કરવી અને કેનાલની આજુબાજુ માટીકામ કરી રસ્તો બનાવવાનો સમાવેશ છે.ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની માગણીઓનો ઉકેલ નહીં આવે તો તેઓ ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆત કરશે. નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે, ખેડૂતોની રજૂઆતો સાંભળવામાં આવી છે અને તેમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા પ્રયત્નશીલ છે.

સંબંધિત સમાચાર