રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા19 માર્ચ, 2025| Super Admin

લાખણી તાલુકામાં ઉનાળુ વાવેતર ટાણે કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોમાં રોષ

લાખણી તાલુકામાં ઉનાળુ વાવેતર ટાણે કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોમાં રોષ
પિયત પાણીના અભાવે ઉનાળામાં ખેતરો ખાલી રાખવાનો વારો; લાખણી તાલુકામાં પિયત પાણીની અપૂરતી સવલતો વચ્ચે ખેડૂતો ઉનાળુ પાકોના વાવેતરમાં પરોવાયા છે. પરંતુ ખરા તકડે સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ સિઝનમાં મુખ્યત્વે ખાવા માટે ઉપયોગી બાજરીનું સૌથી વધુ વાવેતર થાય છે. ત્યારે લાખણી તાલુકાની જમીન ધોરાવાળી છે. જેના કારણે ભૂગર્ભ જળ ચિંતાજનક હદે ઊંડા છે. અહીં 1000 થી 1200 ફૂટના બોર પણ પાણી ઉલેચતા નથી. અને ફેલ જાય છે.જેના કારણે પિયત પાણીનો પ્રશ્ન ગંભીર છે. જેથી ઉનાળામાં ખેડૂતો પાણીની સમસ્યાને લઈ મોટાભાગના ખેતરો ખાલી છોડી ખપ પૂરતું બાજરીનું વાવેતર કરે છે કારણ કાળઝાળ ગરમીમાં બધા ખેતરોમાં પિયતને પહોંચી વળાય તેમ નથી.વળી, બાજરીના પૂળા પશુઓ માટે ઘાસચારાનો વિકલ્પ પૂરો પાડે છે. એ સિવાય પણ પશુઓ માટે ખેડૂતો રજકા બાજરી સહિત ઘાસચારાનું વાવેતર કરવા લાગ્યા છે. પરંતુ છેલ્લા 10 દિવસથી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. સુજલામ સુફલામ નર્મદા કાચી કેનાલમાં પાણી ચાલુ રાખવાની માંગ; આ બાબતે જશાલી ગામના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ જણાવ્યું કે, કાચી કેનાલમાં પાણી ચાલુ રાખવામાં આવે તો ભૂગર્ભ જળ જળવાઈ રહે તેમ છે પણ પાણી બંધ કરાતા ખેડૂતોએ વાવેલ બાજરી સહિત ઘાસચારો બળી જશે. તેથી ખેડૂતોને પશુઓ સાથે ગામમાંથી ઉચાળા ભરવા પડશે. જેના કારણે ખેડૂતોના હિતમાં કેનાલમાં પાણી ચાલુ રાખવાની તાતી જરૂરિયાત છે. તેમછતાં સરકાર કે તંત્ર અમારી વ્યાજબી રજુઆત નહીં સાંભળે તો નાછૂટકે ખેડૂતોને સાથે રાખી અમારે આંદોલન કરવું પડશે.

સંબંધિત સમાચાર