રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ12 મે, 2025| Super Admin

પાટણના ટી આકારના ઓવરબ્રિજ નું લોકાર્પણ કરાઈ તે પૂર્વે જ વાહન ચાલકો એ અવર-જવર શરૂ કરી દીધી

પાટણના ટી આકારના ઓવરબ્રિજ નું લોકાર્પણ કરાઈ તે પૂર્વે જ વાહન ચાલકો એ અવર-જવર શરૂ કરી દીધી
ઓવરબ્રિજ પરથી વાહનોની અવર-જવર થતી હોવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો પાટણ શહેરના રાજમહેલ રોડ થી કોલેજ રોડ તરફ જવાના માર્ગ પર સજૉતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા સરકારી તંત્ર દ્વારા કરોડો ના ખર્ચે નિર્માણ પામેલા ટી આકારના ઓવર બ્રીજ નું શેઠ કિલાચંદ નામકરણ કરવામાં આવે તે પૂર્વે અને ઓવરબ્રિજ નું લોકાર્પણ કરાઈ તે પહેલા જ સોમવારે પાટણ ના ઉતાવળિયા પ્રજાજનોએ આ ઓવર બ્રીજ પરથી પોતાના વાહનો દોડાવી ઓવરબ્રિજ નો ઉપયોગ શરૂ કરી દીધો હોવાના સોમવારે સોશિયલ મીડિયા માં વિડીયો વાયરલ થતા સરકારી તંત્ર સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો અચંબિત બન્યાં હતાં. પાટણના ટી આકારના ઓવરબ્રિજ નું હજું કલરકામ સહિત પરચુરણ કામ બાકી છે. ત્યારે સોમવારે આ ઓવરબ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો નો સોશ્યલ મીડિયામાં વિડિયો વાઇરલ થતાં અન્ય લોકો પણ આ ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો હોવાનું જાણી આ નવીન ઓવરબ્રિજ ના માગૅ પર પોતાના વાહનો સાથે પસાર થતા જોવા મળ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે આ ઓવરબ્રિજ ના ઉદઘાટન પહેલા જ નિયમિત પણે ઓવરબ્રિજ પર વાહનોની અવર જવર ચાલુ રાખવામાં આવશે કે પછી આ ઓવરબ્રિજ નું નામકરણ કરી તાત્કાલિક ધોરણે ઓવરબ્રિજ લોકો માટે વિધિ વત રીતે ખૂલ્લો મુકવામાં આવશે.

સંબંધિત સમાચાર