રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ30 જુલાઈ, 2026| Super Admin

પાટણ જિલ્લામાં પ્રથમ ચાંદીપુરા વાયરસનો કહેર: ૫ વર્ષના બાળકનું મોત

પાટણ જિલ્લામાં પ્રથમ ચાંદીપુરા વાયરસનો કહેર: ૫ વર્ષના બાળકનું મોત

બે દિવસની સારવાર બાદ પણ બાળક બચી ના શક્યો : સમીનું વધુ એક બાળક સારવાર હેઠળ

પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામના પાંચ વર્ષના બાળકનું ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા બે દિવસથી સારવાર ચાલી રહી હતી.ઉલ્લેખનીય છે કે, 30 જુલાઈ સુધીમાં ગમાં ચાંદીપુરા વાયરસથી કુલ 15 બાળકના મોત થયા છે. મળતી માહિતી મુજબ, સાણોદરડા ગામના પાંચ વર્ષીય બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તેને વધુ સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બે દિવસની સઘન સારવાર છતાં બાળકનું જીવન બચાવી શકાયું ન હતું અને તેનું મૃત્યુ થયું હતું.

36.jpg 108.68 KB
આ ઘટનાથી જિલ્લા આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યું છે.ધારપુર હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કારણે બાળકનું મૃત્યુ થયું હોવાનો આ પાટણ જિલ્લાનો પ્રથમ કિસ્સો છે.આગામી સમયમાં આવા કેસ ન નોંધાય તે માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર દવા છંટકાવ સહિતની જરૂરી કામગીરી હાથ ધરે તેવી માગ ઉઠી છે. આ ઉપરાંત, સમી તાલુકાનું વધુ એક બાળક ચાંદીપુરા વાયરસની શંકાસ્પદ સારવાર હેઠળ હોવાનું પણ જાણવા મળ્યું છે.જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુ પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત 27મી તારીખે સમી તાલુકાના તારોરા ગામ અને સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામમાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા. 

આ પૈકી સાણોદરડાના દર્દીને ધારપુર મેડિકલ કોલેજ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા,જ્યાં ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન તેનું અવસાન થયું છે; જ્યારે તારોરા ગામના દર્દીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની તબિયતમાં હાલ સુધારો આવી રહ્યો છે.‘સર્વે દરમિયાન અન્ય કોઈ શંકાસ્પદ કેસ મળી આવ્યો નથી.મુખ્યત્વે જૂના કાચા ઘરોમાં રહેતી ‘સેન્ડફ્લાય’ માખી દ્વારા નાના બાળકોમાં ફેલાતા આ વાયરસના મુખ્ય લક્ષણોમાં તીવ્ર તાવ, ઊલટી, ઉબકા, પેટમાં દુખાવો અને બેચેનીનો સમાવેશ થાય છે.આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક અટકાયતી પગલાં ભરતાં ગાઇડલાઇન મુજબ સંક્રમિત વિસ્તારોના 50 ઘરની આજુબાજુ ડસ્ટિંગ, સ્પ્રે અને સઘન સર્વેલન્સની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.આ સર્વે દરમિયાન અન્ય કોઈ શંકાસ્પદ કેસ મળી આવ્યો નથી, પરંતુ તંત્ર દ્વારા લોકોને ગભરાયા વિના બાળકોમાં આવાં કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક નિદાન અને સારવાર કરાવવા અપીલ કરવામાં આવી છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર