જુનાગઢના મજેવડી રોડ પર આજે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, મજેવડી માર્ગ પર ટ્રક અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફૂરચા ઉડી ગયા હતા. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને રાહદારીઓમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી.ઘટનાની જાણ થતા જ જુનાગઢ પોલીસનો કાફલો તાત્કાલિક મજેવડી બાયપાસ પર પહોંચી ગયો હતો. 108 ઇમરજન્સી સેવા દ્વારા ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે કે અકસ્માત કયા કારણોસર સર્જાયો હતો. શું ટ્રકની બેદરકારી હતી કે અન્ય કોઈ ટેકનિકલ કારણ, તે અંગે પોલીસે ટ્રક ચાલકની પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા પણ હાલમાં ચાલુ છે.
જૂનાગઢ જિલ્લાના મજેવડી ગામ નજીક ફોર ટ્રેક રોડ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અર્ટિગા કાર અને રસ્તા પર બંધ ઉભેલી ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાંથી બેની હાલત ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં દાખલ કરાયા છે. અકસ્માતમાં એક બાળકનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.બનાસકાંઠા જિલ્લાના એક પરિવારના સભ્યો અર્ટિગા કારમાં સવાર થઈ સોમનાથ ખાતે અસ્થિ વિસર્જન માટે જઈ રહ્યા હતા. દરમિયાન મજેવડી ગામ નજીક ફોર ટ્રેક રોડ પર રસ્તામાં બંધ હાલતમાં ઉભેલી ટ્રકમાં તેમની કાર પાછળથી ધડાકાભેર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે, કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો અને ચાર લોકોના સ્થળ પર જ મોત થયા હતા.અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ 108 ઇમરજન્સી સેવાની ટીમે પણ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈ અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.
- હોમ
- /ઉત્તર ગુજરાત
- /સોમનાથ અસ્થિ વિસર્જન કરવા જતા બનાસકાંઠાના પરિવારનો અકસ્માત, ચારના મોત
સોમનાથ અસ્થિ વિસર્જન કરવા જતા બનાસકાંઠાના પરિવારનો અકસ્માત, ચારના મોત

સંબંધિત સમાચાર
ઉત્તર ગુજરાતથરાદમાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
2 અઠવાડિયા પહેલા
ઉત્તર ગુજરાતઅંબાજી શક્તિપીઠમાં રાત્રિ પૂજા પર માત્ર ગણતરીના ટ્રસ્ટોનો જ હક કેમ? સમાન તક આપવા હાઈકોર્ટમાં અરજી
2 અઠવાડિયા પહેલા
ઉત્તર ગુજરાતડીસાના ભોયણમાં વીજકર્મીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
2 અઠવાડિયા પહેલા
ઉત્તર ગુજરાતઅમીરગઢમાં પાલનપુર-આબુ હાઇવે પર મૃતદેહ લઈ જતી રાજસ્થાનની એમ્બ્યુલન્સનો અકસ્માત
2 અઠવાડિયા પહેલા
