અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત પાલનપુરના પર્યાવરણ પ્રેમીઓ એડવોકેટ જશવંતસિંહ વાઘેલા, કૌશલ જોશી, મયુરભાઇ ડેરીયા સહિત મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં પર્યાવરણ પ્રેમીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે, અરવલ્લી પર્વતમાળામાં આજે પણ ખનન ચાલુ છે. તેઓના આક્ષેપ મુજબ સરકાર દ્વારા ખનન બાબતે જે સ્ટે આપ્યો હોવાનું કહેવામાં આવે છે, તે માત્ર કાગળ પર જ છે.કાયદાકીય ભાષામાં કહીએ તો આ સ્ટે માત્ર આશ્વાસન પૂરતો છે. જમીન પર તેની અસર જોવા મળતી નથી.પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે હજુ પણ અનેક ખનન લીજ ચાલુ છે, જેના કારણે અરવલ્લી પર્વતમાળાને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે અરવલ્લીના એક ઇંચ વિસ્તારમાં પણ ખનન થવું જોઈએ નહીં. પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે અને આવનારી પેઢી માટે અરવલ્લી પર્વતમાળા બચી રહે તે માટે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની પણ તેઓએ માંગ કરી હતી.
અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત પાલનપુરમાં પર્યાવરણ પ્રેમીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું

અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત પાલનપુરમાં પર્યાવરણ પ્રેમીઓએ આજે કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું. પર્યાવરણ પ્રેમીઓનો આક્ષેપ છે કે, અરવલ્લી પર્વતમાળા આજે પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. તેઓનું માનીએ તો, સરકાર દ્વારા ખનન પર સ્ટે આપ્યાનું કહેવામાં આવે છે, પરંતુ હકીકતમાં હજુ પણ અનેક લીજ ચાલી રહી છે અને મોટા પાયે ખનન થઈ રહ્યું છે. પર્યાવરણ પ્રેમીઓએ સ્પષ્ટ માંગ કરી છે કે, અરવલ્લીના એક ઇંચ વિસ્તાર માં પણ ખનન થવું જોઈએ નહીં અને આ પ્રાચીન પર્વતમાળાને સંપૂર્ણ રીતે બચાવવી જરૂરી છે.
અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત પાલનપુરના પર્યાવરણ પ્રેમીઓ એડવોકેટ જશવંતસિંહ વાઘેલા, કૌશલ જોશી, મયુરભાઇ ડેરીયા સહિત મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં પર્યાવરણ પ્રેમીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે, અરવલ્લી પર્વતમાળામાં આજે પણ ખનન ચાલુ છે. તેઓના આક્ષેપ મુજબ સરકાર દ્વારા ખનન બાબતે જે સ્ટે આપ્યો હોવાનું કહેવામાં આવે છે, તે માત્ર કાગળ પર જ છે.કાયદાકીય ભાષામાં કહીએ તો આ સ્ટે માત્ર આશ્વાસન પૂરતો છે. જમીન પર તેની અસર જોવા મળતી નથી.પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે હજુ પણ અનેક ખનન લીજ ચાલુ છે, જેના કારણે અરવલ્લી પર્વતમાળાને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે અરવલ્લીના એક ઇંચ વિસ્તારમાં પણ ખનન થવું જોઈએ નહીં. પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે અને આવનારી પેઢી માટે અરવલ્લી પર્વતમાળા બચી રહે તે માટે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની પણ તેઓએ માંગ કરી હતી.
અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત પાલનપુરના પર્યાવરણ પ્રેમીઓ એડવોકેટ જશવંતસિંહ વાઘેલા, કૌશલ જોશી, મયુરભાઇ ડેરીયા સહિત મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં પર્યાવરણ પ્રેમીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે, અરવલ્લી પર્વતમાળામાં આજે પણ ખનન ચાલુ છે. તેઓના આક્ષેપ મુજબ સરકાર દ્વારા ખનન બાબતે જે સ્ટે આપ્યો હોવાનું કહેવામાં આવે છે, તે માત્ર કાગળ પર જ છે.કાયદાકીય ભાષામાં કહીએ તો આ સ્ટે માત્ર આશ્વાસન પૂરતો છે. જમીન પર તેની અસર જોવા મળતી નથી.પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે હજુ પણ અનેક ખનન લીજ ચાલુ છે, જેના કારણે અરવલ્લી પર્વતમાળાને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે અરવલ્લીના એક ઇંચ વિસ્તારમાં પણ ખનન થવું જોઈએ નહીં. પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે અને આવનારી પેઢી માટે અરવલ્લી પર્વતમાળા બચી રહે તે માટે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની પણ તેઓએ માંગ કરી હતી.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા