રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ધાનેરા

ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પાછી ધકેલાઈ

ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પાછી ધકેલાઈ
ચૂંટણી બાબતે ભાજપ -કોંગ્રેસ વચ્ચે આક્ષેપ; ગતરોજ રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.જોકે ધાનેરા નગર પાલિકાની ચૂંટણી જાહેર થઈ નથી.પાલિકા છેલ્લા અંદાજિત ૨૨ મહિનાથી વહીવટદારનાં હવાલે છે.આટલો સમય થવા છતાં પાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર થઈ નથી.જેને લઇ કોંગ્રેસ પક્ષમા ભારે નારાજગી જોવા મળી રહી છે.કોંગ્રેસ શહેર પ્રમુખ હરિસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર ધાનેરા તાલુકામા હાલ જિલ્લા વિભાજન બાબતે પ્રજામા ભારે રોષ જોવા મળી રહ્યો છે.અને આવા માહોલમા જો ચૂંટણી થાય તો કોંગ્રેસનો વિજય થાય. જેથી સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. પાલિકામા કુલ ૭ વોર્ડ આવેલા છે જેમાં ૨૮ બેઠકો માટે ચૂંટણી થાય છે.ગત ટર્મમા યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપની હાર થઈ હતી. જોકે ચૂંટણી કેમ જાહેર નથી થઈ તેને લઈ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ વસંતભાઇ પુરોહિતે જણાવ્યું હતું કે ધાનેરા નગરપાલિકાના વિસ્તારમાં વધારો થવાનો છે.ધાનેરાના ડીસા રોડ પર આવેલ શ્રીનાથ સોસાયટી સાથે અન્ય સોસાયટીના વિસ્તારો પાલિકામાં સમાવેશ કરવાના છે જે નવા સીમાંકન પ્રમાણેની તૈયારી સાથે ચૂંટણી જાહેર થશે. ધાનેરા તાલુકામાં શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારમાં જિલ્લા વિભાજન બાબતે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.બીજી તરફ ચૂંટણી પંચે પાલિકાની ચૂંટણી જાહેર કરી નથી. હવે જોવાનું એ છે કે જિલ્લા વિભાજન બાબતે પરિણામ શુ આવે છે? ત્યારે ધાનેરા નગરપાલિકાની ચૂંટણી બનાસકાંઠા જિલ્લા સાથે જાહેર થશે કે પછી વાવ- થરાદના નવા જિલ્લા સાથે? તેને લઈ માહોલ હવે ગરમ થઈ રહ્યો છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર